પાલનપુરની દેવ રેસિડન્સીમાં તસ્કરો ત્રાટકયા : સુતેલી મહિલાના ગળામાંથી ચેન તોડી ફરાર

બનાસકાંઠા
બનાસકાંઠા

ગરમીના પ્રકોપ વચ્ચે તસ્કરોનો તરખાટ પાલનપુરમાં કાળઝાળ ગરમીના પ્રકોપ વચ્ચે તસ્કરો તરખાટ મચાવી રહ્યા છે. શહેરના આકેસણ રોડ  પર આવેલી દેવ રેસીડેન્સીમાં ગત વહેલા પરોઢિયે ચોરીની ઘટના સામે આવી છે.

દેવ રેસિડન્સીમાં સવારના 4:00 વાગ્યાના સમયે તસ્કરોએ બે મકાનને નિશાન બનાવ્યા હતા. જોકે ચોરી કરવા આવેલ તસ્કરો સુતેલી મહિલાના ગળામાંથી ચેન ખેંચી લીધી હતી. ત્યારબાદ પગમાં પહેરેલી તોડી ખેંચવા જતા મકાન માલિક જાગી ગયો હતો. જોકે, મકાન માલિક ચોરને પકડવાનો પ્રયત્ન કર્યો હતો. જોકે, ચોર ત્યાંથી નાસી જવામાં સફળ રહ્યો હતો. પરંતુ ચોરનો  મોબાઇલ પડી જતા મકાન માલિક ભરતભાઇ માળીએ મોબાઈલ લઈ પોલીસને સુપ્રત કર્યો હતો.

આ તસ્કરો જ્યોતિબેન સિંધીનાં ઘરે પણ વહેલા પરોઢિયે ત્રાટકયા હતા. જેઓ બારીમાંથી હાથ નાખતા જ્યોતિબેન જાગી જતા તસ્કરો ભાગી ગયા હતા. દુબળા પતલા ટી શર્ટ પહેરીને 2 યુવાનો આવ્યા હોવાનું જ્યોતિબેને જણાવ્યું હતું. જોકે, દેવ રેસિડન્સીમાં છ થી સાત વખત ચોરી થઈ છે. પોલીસ ક્યારેક આવે છે. તો ક્યારેક ઘોરતી જોવા મળે છે. જેના લીધે તસ્કરોને મોકળું મેદાન મળતા ચોરીઓની ઘટના બનતી રહે છે. ત્યારે પોલીસ પેટ્રોલિંગ સઘન બનાવવાની માંગ ઉઠી છે.

પોલીસને ચોરનો મોબાઈલ હાથ લાગતા ચોરીનો ભેદ ઉકેલવામાં પોલીસને સફળતા મળી શકે તેમ છે. ત્યારે પોલીસ ચોરનું પગેરુ મેળવી શકે છે કે નહીં તેના પર સોસાયટીના રહીશોની મીટ મંડાઈ છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.