
ડીસા તાલુકાના વરનોડા ગામે તસ્કરોનો તરખાટ
ડીસા તાલુકાના વરનોડા ગામે વારંવાર ચોરી થતા ગામલોકો ભયભીત બન્યા છે એક જ મહિનામાં ૪ વખત ચોરી થતા આ મામલે ગામલોકોએ આગથળા પોલીસ મથકે રજુઆત કરી ચોરોને ઝડપી પાડી કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે. વરનોડા ગામમાં તસ્કરો એક પછી એક દુકાનને ટાર્ગેટ બનાવી રહ્યા છે બે દિવસ અગાઉ કરિયાણાની દુકાનમાંથી ૬૫ હજારના માલની ચોરી થાય બાદ ગુરુવારે રાત્રે બીજી દુકાનનું તાળું તોડી તસ્કરો ૪૦ હજારના માલસામાનની ચોરી કરી ગયા છે વારંવાર ચોરીના કારણે ગ્રામજનોમાં ભયનો માહોલ છવાયો છે ગ્રામજનોએ આગથળા પોલીસ મથકે જાણ કરી તસ્કરોને તાત્કાલિક ઝડપી કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી છે.
આ અંગે ગામના સરપંચ પાંચાભાઈ દેસાઈ અને ચોરીનો ભોગ બનનાર દુકાનદાર નરસિંહભાઈ પ્રજાપતિએ જણાવ્યું હતું કે ગામમા વારંવાર ચોરીના બનાવ બની રહ્યા છે પોલીસને જાણ કરીએ તો પોલીસ આવી જવાબ લખી જતી રહે છે આ મામલે કોઇ જ નક્કર કાર્યવાહી થતી નથી ત્યારે પોલીસ ગામમાં નાઈટ પેટ્રોલિંગ વધારે અને જલ્દી ચોરોને ઝડપી પાડે તેવી અમારી માંગ છે.