ડીસાના બનાસ પુલ ઉપરથી દારૂ ભરેલી ગાડી સાથે ત્રણ શખ્સો ઝડપાયા

બનાસકાંઠા
બનાસકાંઠા

ડીસામાં ગતરોજ ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન ખાનગી રાહે બાતમી મળી હતી કે એક સ્વિફ્ટ ગાડી દારૂ ભરી પસાર થવાની છે. જેથી તાત્કાલિક ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે બનાસ પુલ ઉપર અન્ય વાહનોની મદદથી ટ્રાફિકજામ કરી દારૂ ભરેલી ગાડી રોકાવી હતી. જેમાં દારૂના જથ્થા સાથે ત્રણ શખ્સોને ઝડપી પાડ્યા હતા, જ્યારે દારૂ ભરાવનાર અને લેનાર મળી કુલ ૭ શખ્સો સામે ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે.

ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ ગતરોજ પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન ખાનગી રાહે મળતી બાતમી આધારે  એક સ્વિફ્ટ ગાડી નંબર જી.જે ૨૭ બી.ઈ ૭૮૫૩ દારૂ ભરી પસાર થવાની છે. જેથી તાત્કાલિક પોલીસની ટીમે ડીસાના બનાસ પુલ ઉપર અન્ય વાહનોની મદદથી ટ્રાફિકજામ કરી દારૂ ભરેલી ગાડીને રોકાવી હતી. જેમાં દરવાજાે ન ખોલતા પોલીસે ગાડીના દરવાજાનો કાચ તોડી ચાવી કાઢી નાખી અને ગાડીમાં તપાસ કરતા જુદીજુદી બ્રાન્ડની દારૂ અને બિયર ની બોટલો મળી આવી હતી. જેમાં પોલીસે દારૂનો જથ્થો, મોબાઇલ ફોન અને ગાડી સહિત છ રૂ. ૬,૨૦,૬૭૦નો મુદ્દામાલ જપ્ત કરી આરોપી હનુમાન સુખારામ વિશ્નોઇ, રમેશભાઈ ભિયારામ વિશ્નોઇ, રમેશ માલારામ મેઘવાલની અટકાયત કરી હતી. જ્યારે આ દારૂનો જથ્થો ભરાવનાર અને લેનાર આશિષ ઉફેઁ આંસુ રમેશચંદ્ર અગ્રવાલ, પીરારામ મેવારામ દેવાસી  , વાસુસિંહ ઉર્ફે ગુલાબસિંહ રામસિંહ વાઘેલા અને પીન્ટુભાઇ વિષ્ણુ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.