રેતી ભરીને બેફામ ચાલતા ટ્રેક્ટરો બંધ કરાવવામાં નહીં આવે તો લોકસભાની ચૂંટણી નો બહિષ્કાર કરવાની ચિમકી

બનાસકાંઠા
બનાસકાંઠા

અમીરગઢ ના અવાળા અને અરણીવાડા ગામની સીમમાં રેતી ચોરી અટકાવવા મા નહીં આવે તો બે ગામના લોકોએ આગામી લોકસભાની ચૂંટણી નો બહિષ્કાર કરવાની ચિમકી ઉચ્ચારી

અમીરગઢ તાલુકાના અરણીવાડા અને અવાળા ગામની સીમમાં બનાસ નદી મા ભૂમાફિયા દ્વારા મોટી સંખ્યામાં ટ્રેક્ટરો દ્વારા રેતી ચોરી કરી માર્ગ ઉપર બેફામ લાઇન્સ વગર દારૂ ની હાલતમાં ટ્રેક્ટરો વહન કરતા બે ગામોના લોકો ત્રાહિમામ પોકારી ઊઠયા છે તેમજ બે ગામોના લોકો એકઠા થઇ ટ્રેક્ટર રોકાવી માર્ગ બંધ કરી સરકાર સામે બાયો ચડાવી હતી ટ્રેકટરો મા રેતી ભરી માર્ગ ઉપર બેફામ રીતે ટ્રેક્ટર ચાલકો ચાલી રહ્યા છે.

ત્યારે માર્ગ ઉપર અવાર નવાર અકસ્માત સર્જાઇ રહ્યા છે તેમજ અકસ્માત ના બનાવો બની રહ્યા છે તેમજ ગામલોકોએ સ્થાનિક મામલતદાર તેમજ ખાન ખનીજ વિભાગ ઉપર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે અવાર નવાર સ્થાનિક મામલતદારને તેમજ ખાન ખનીજ વાભાગને ટેલિફોન દ્વારા જાણ કરવા તેમજ રજુઆત કરવા છતાં કોઈ નકર પગલા ભરવામાં આવતા નથી તેમજ માર્ગ ઉપર અવાર નવાર અકસ્માત ના બનાવો બની રહ્યા છે તેમજ બે ગામોના બાળકો સ્કુલ જતાં તેમણે પણ અકસ્માત નો ભય રહે છે ત્યારે બે ગામોના લોકો એકઠા થઇ રેતી ચોરી તેમજ માર્ગ ઉપર રેતી ભરીને બેફામ ચાલતા ટ્રેક્ટરો બંધ કરાવવામાં નહીં આવે તો આગામી લોકસભાની ચૂંટણી નો ગામલોકોએ બહિષ્કાર કરવાની ચિમકી ઉચ્ચારી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.