દાંતા તાલુકામાં આવેલી કોરીઓથી ગામ લોકો પરેશાન, સરપંચની રજૂઆત છતાં પરિણામ શૂન્ય

બનાસકાંઠા
બનાસકાંઠા

( અહેવાલ રાકેશ ઠાકોર દાંતા )

વાત કરવામાં આવે તો બનાસકાંઠા જિલ્લાનો દાંતા તાલુકો દાંતા તાલુકો અંતરીયાળ અને પછાત તાલુકો ઘણાંતો હોય છે જ્યારે દાંતા તાલુકાના ભેમાળમાં આવેલ વિવિધ કોરીઓના માલિકો મન ફાવે તેમ આડેધડ સરકારના નિયમોને નેવી મૂકી દાક ધમકી અને રાજકીય વગથી લોકોને ડરાવી ધમકાવી સરકારના નિયમોનું પાલન કર્યા વગર પ્રદૂષણ કરી રહ્યા છે જે બાબતે ભેમાળ ના સરપંચે અનેકવાર રજૂઆત છતાં આજદીની સુધી કોઈ નિકાલ આવ્યો નથી જ્યારે ફરી એકવાર ભેમાળના સરપંચએ ઉચ્ચકક્ષાએ રજૂઆત કરી પત્ર લખી તાત્કાલિક ભેમાળમાં આવેલા વિવિધ કોરિયો ડામરીકરણ સહિતના પ્લાન્ટો બંધ કરવામાં આવે જેથી આસપાસના વિસ્તારમાં થતી બીમારીઓથી લોકો પીડાઈ નહીં અને લોકોને તકલીફ ન પડે તેવી માંગ કરી હતી. જો વિગતવાર વાત કરવામાં આવે તો ભેમાળના સરપંચે ખાણ ખનીજ વિભાગ, દાંતા પ્રાંત અધિકારી,દાંતા મામલતદાર, પીએસઆઇ દાંતા અને પોલ્યુશન કંટ્રોલ બોર્ડને પત્ર લખી રજૂઆત કરી છે કે મારા ગ્રામ પંચાયત વિસ્તારમાં આવતી દેવરાજ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને એમ કોન ઇન્ફ્રાસ્ટ્રક્ચર એવી વિવિધ પ્લાન્ટોના માલિકો મોટા પ્રમાણમાં પ્રદુષણ કરી રહ્યા છે જેના પગલે લોકો ગંભીર બીમારીઓથી પણ પીળાઈ રહ્યા છે સરપંચે પત્રમાં ઉલ્લેખ કર્યો કે અનેક અધિકારીઓની મિલી ભગતના કારણે અને રાજકીય વર્ગ ધરાવતા આ કોરી સંચાલકો મન ફાવે તેમ કરે છે અને સરપંચને પણ મન ફાવે તેમ બોલે છે અને તારાથી થાય તે કરી લે પ્લાન્ટો આજે પણ બંધ નહીં થાય અને કાલે પણ નહીં થાય તેવું કહે છે જ્યારે ચોક્કસથી આ પ્લાન્ટો નજીક રહેતા ગરીબ લોકો પણ આ પ્રદૂષણ અને ઉડતા ડસ્ટ ના કારણે બીમાર પડી રહ્યા છે સ્થાનિકના જણાવ્યા પ્રમાણે તેમના અનેક સગાવાલાઓનું પણ આ ડસ્ટ ના લીધે બીમારીથી મૃત્યુ થયું છે એટલુ જ નહિ અઘિકારીઓ કોઈ જ પ્રકારે કોઈ જ કાર્યવાહી કરતા નથી સાથે જ કહી શકાય કે જમવામાં અને પીવાના પાણીમાં પણ આ ઉપચાર ડસ્ટ ઉડે છે જેના લીધે નજીકમાં રહેતા લોકો બીમારી ગ્રસ્ત થતા હોય છે ચોક્કસથી આ વિષયને તંત્ર ધ્યાનમાં લઇ અને તાત્કાલિક ધોરણે એક્શન લઈ આ પ્લાન્ટો પર કાર્યવાહી કરી અને પ્લાન્ટો બંધ કરાવે તેવી લોકમાંગ અને સરપંચએ પત્ર લખીને માંગ કરી છે.

મને પણ પ્લાન્ટમાં જતા ડર લાગે છે: ચોક્કસથી આ ઘટનાની વિગતવાર વાત કરવામાં આવે તો સરપંચ હરજીભાઈ નોરાભાઈ એ પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે આ પ્લાન્ટોના સંચાલકો માથાભારે છે મેં એક વર્ષ અગાઉ પણ આખી બોડી અને વિવિધ આગેવાનો સાથે જઈ રજૂઆત કરી હતી જ્યારે આ લોકો જેમ મન ફાવે તેમ બોલી અમને પ્લાન્ટ માંથી કાઢી દીધા હતા અને આ લોકો માથાભારે હોય મને પણ પ્લાન્ટમાં જતા ડર લાગે છે પ્લાન્ટમાં મોટા પ્રમાણમાં પ્રદૂષણ થાય છે જ્યારે તંત્ર આ બાબતને ગંભીરતાથીલે અને તાત્કાલિક ધોરણે આ પ્રદૂષણ થતું અટકાવે તે માટે આ પ્લાન્ટો બંધ કરાવવામાં આવે તેવી મેં આજે રજૂઆત કરી છે..

દેવર જેઠ સહિત સસરા પણ મરી ગયા, ખાવામાં અને પીવાના પાણીમાં પણ પડે છે ડસ્ટ: વાત કરવામાં આવે તો કોરિયો નજીક રહેતા સ્થાનિક જનતા બેનના જણાવ્યા પ્રમાણે મારા દેવર અને જેઠ નું ગંભીર બીમારીથી મૃત્યુ થયું છે મારા સસરા પણ આ ડસ્ટ ઉડતા બીમારીથી મૃત્યુ થયું છે જ્યારે કોઈ પ્રકારની સુવિધા નથી અને ખાવામાં અને પીવાના પાણીમાં પણ ડસ્ટ ઊડે છે અધિકારીઓ તાત્કાલિક ધોરણે એક્શન લઈ આ પ્લાન્ટો બંધ કરાવે તેવી અમારી માંગ છે..

રાત્રે પીવાના પાણીમાં પણ પડે છે ડસ્ટ બીમારીના બીમારીમાં બે ત્રણ ભઈ મરી ગયા: ચોક્કસથી જો વાત કરવામાં આવે તો સવિતાબેન કે જે ભત્રીજા ના ઘરે આવ્યા હતા તેમને માહિતી આપતા જણાવ્યું હતું કે રાત્રે પીવાના પાણીમાં પણ ડસ્ટ પડે છે બીમારીને બીમારીમાં ભાઈઓ પણ મરી ગયા છે તંત્ર આ ડસ્ટ બંધ કરાવે તેવી અમારી માંગ છે આ ડસ્ટ બંધ નહીં થાય તો વધુ લોકોને બીમારી થશે અને લોકો વધુ મરશે..


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.