ડીસા નજીક ના નાણી કેમ્પ માં રહેલા પશુઓની સ્થિતિ નો વિડીયો અને ફોટો વાયરલ થતા જીવદયા પ્રેમીઓમાં રોષ

બનાસકાંઠા
બનાસકાંઠા

કેમ્પ માં રહેલા પશુઓ માટે પાણી અને ઘાસચારાની વ્યવસ્થા ન થતા અનેક પશુઓ મોતને ભેટ્યા

અધિકારીઓ અને ફોરેસ્ટ વિભાગ દ્વારા પશુઓને બહાર કાઢવાની તજવીજ હાથ ધરી હતી

ઝાકોલ ગામ તરફ  નો વરંડો તોડી ત્યાંથી પશુઓ બહાર કાઢવામાં આવતા ગામ લોકોએ ઉગ્ર વિરોધ કર્યો: ડીસા નજીક અને લાખણી તાલુકાના નાણી ગામમાં બની રહેલા એરફોર્સ સ્ટેશનમાં છેલ્લા કેટલાક સમયથી અનેક પશુઓ રહે છે જેમાં ગાયો રોઝડાઓ સહિત ભુંડ જેવા જંગલી પશુઓ રહેલા છે ત્યારે આ પશુઓ ને કેમ્પ માથી બહાર કાઢવા માટે અધિકારીઓ સહિત ફોરેસ્ટ વિભાગની ટીમો કામે લાગી હતી.

આ જગ્યાએથી મોટા કાપરા થી સેકરા સુધી પાકો રોડ પણ આવેલા છે જેથી વાહનોને અવરજવર પણ વધુ રહે છે જો નીલ ગાયોને તેમજ અન્ય પ્રાણીઓને અહીથી બહાર કાઢવામાં આવે તો અકસ્માતની સંભાવનાઓ રહે છે તેમજ સ્થાનિક લોકો દૂધ ભરાવવા કે કરિયાણા કે અન્ય ખરીદી કરવા માટે મોટી સંખ્યામાં લોકો અવર-જવર અહીથી કરે છે જેથી ભૂંડ જેવા પ્રાણીઓ હુમલો કરવા ની શક્યતાઓ રહેલી છે.

ઉપરાંત ખેતરોમાં પણ ભેલાણ થઈ શકે છે જેને લઈને  ગ્રામ પંચાયત દ્વારા  ખેડૂતોના મોટા નુકસાનને અટકાવવામાં આવે તેવી ઉચ્ચ સ્તરે રજૂઆત કરવામાં આવી હતી અને ઉગ્ર વિરોધ કર્યો હતો ત્યારબાદ કેમ્પમાં પશુઓ માટે પાણી અને ઘાસચારાની વ્યવસ્થા બંધ કરી દેવામાં આવી હોવાનું જીવદયા પ્રેમીઓએ જણાવ્યું હતું જેના કારણે કેમ્પ માં રહેલા અનેક પશુઓના  મોત થયા હોવાના સોશિયલ મીડિયામાં વીડિયો અને ફોટાઓ વાયરલ થયા છે જેને લઈને જીવ દયા પ્રેમીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે

આ અંગે કેટલાક જીવદયા પ્રેમીઓ ના જણાવ્યા પ્રમાણે આ કેમ્પ માં અનેક ગાયો પણ રહેલી છે જે ગાયો ને જિલ્લામાં આવેલી વિવિધ ગૌશાળાઓમાં યોગ્ય રીતે મોકલી દેવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે ઉપરાંત અન્ય પશુઓ ને ખુલ્લા વન માં છોડવામાં આવે જેથી કરી વસવાટ વાળા વિસ્તારોમાં જંગલી પશુઓ ના હુમલાઓ થી કોઈ જાનહાની ન થાય તેની પણ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કાળજી રાખી યોગ્ય રીતે કેમ્પમાં રહેલા પશુઓ ને દૂર કરવામાં આવે તેવી આજુબાજુના રહીશોને પણ માંગ કરી છે.

કેમ્પ રહેલા જંગલી પશુઓ એક તરફ‌ કાઢવા માં આવે તો મોટું નુકસાન થશે : આ અંગે ઝાકોલ ગામના સ્થાનિક લોકોએ કહ્યું હતું કે નાણી કેમ્પ માં રહેલા હજારોની સંખ્યામાં રોઝ ભૂંડ જેવા પ્રાણીઓ ઝાકોલ બાજુ નિકાળવા માટે વરંડો તોડી પ્લાન કરવામાં આવી રહ્યો છે જે અમારા ઉભેલા પાકને ખૂબ મોટું નુક્સાન થાય તેમ છે જેથી એક તરફી પ્રાણીઓ નેનિકાળવા થી મોટું નુક્સાન થઇ શકે છે.

કેમ્પ ના  મેન ગેટ ઉપરથી પ્રાણીઓને નીકાળવામાં આવે તો અમને કોઈ વાંધો નહિ: આ બાબતે જાકોલ ગ્રામ પંચાયત દ્વારા રજૂઆતમાં ઉલ્લેખ કર્યો હતો કે અહી શાળા તેમજ ધાર્મિક મંદિરો ખેતરો સ્થાનિક લોકોના ઘરો હોવાથી લોકો ઉપર ભૂંડ જેવા પ્રાણીઓ હુમલો કરવાની પણ શક્યતાઓ રહેલ છે જેથી અહી જાકોલ થી નહિ પણ નાણી ખાતે આવેલા કેમ્પ ના મેઈન ગેટ છે ત્યાંથી તમામ પ્રાણીઓને યોગ્ય રીતે નીકળવામાં આવે તો તેવી રજૂઆત સાથે માગણી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.