વાવની માલસણ બ્રાન્ચ કેનાલ ઓવરફ્લો થતા ખેડૂતોના ખેતરમાં પાણી ફરી વળ્યા

બનાસકાંઠા
બનાસકાંઠા

જીરું-રાયડા સહિતના પાકોમાં નુકસાનની ભીતિ: વાવના માલસણ નજીકથી પસાર થતી બ્રાન્ચ કેનાલ ઓવરફ્લો થતા આસપાસના ખેતરો પાણીથી તરબોળ થયા છે. ખેતરોમાં ઉભેલા એરંડા, જીરું સહિતના પાકને નુકશાન પહોચ્યું છે. જેને લઈ ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે.બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારમાં કેનાલમાં ગાબડા પડતા ખેડૂતોના મહામૂલા પાકમાં નુકસાનની ભીતિ સેવાતી હોય છે ત્યારે બીજી તરફ હવે બ્રાન્ચ કેનાલો ઓવરફ્લો જોવા મળી રહી છે.

જેમાં વાવના માલસણ બ્રાન્ચ કેનાલમાં ઓવરફ્લો થતા: કેનાલ નજીકમાં આવેલા ખેતરોમાં પાણી ફરી વળ્યાં હતા. જેને કારણે ખેડૂતોમાં વાવણી કરેલ પાકોમાં નુકસાનની ભીતિને લઈ ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે. જેમાં જીરું- રાયડો સહિતના પાકોમાં નુકસાનને લઇ ખેડૂતોએ આક્ષેપ કર્યા છે. જિલ્લાના સરહદી પંથકમાં અવાર નવાર કેનાલમાં ગાબડા અને ઓવરફ્લો થવાના કારણે ખેડૂતોએ મોંઘા ભાવના બિયારણો લાવી વાવણી કરેલ પાકોમાં પાણી ફરી વળવાના કારણે ખેડૂતોને મોટા પાયે નુકસાન થયું હતું. જેના કારણે ખેડૂતોને લાખો રૂપિયાનું નુકસાન વેઠવાનો વારો આવતો હોઈ છે. જેથી ખેડૂતોની માંગ છે કે સત્વરે કાયમી નિકાલ કરવામાં આવે તેવી માગ ખેડૂતો કરી રહ્યા છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.