એરોમાં સર્કલ ઉપર સર્જાતી કાયમી ટ્રાફીકજામની સમસ્યા હળવી કરવાનો તંત્રનો પ્રયાસ

બનાસકાંઠા
બનાસકાંઠા

પાલનપુરનું એરોમા સર્કલ નાનું કરવાની કવાયત હાથ ધરાઈ

વિજ કંપનીના નડતરરૂપ પોલ અને વાયરો હટાવી ચોતરફ રસ્તો પહોળો કરવાની કામગીરી શરૂ: બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુરના મુખ્ય પ્રવેશદ્વાર ગણાતા એરોમાં સર્કલ પર ચક્કાજામ ટ્રાફિકની સમસ્યા નિવારવા માટે માર્ગ અને મકાન વિભાગ દ્વારા  કવાયત હાથ ધરવામાં આવી છે.જેમાં માર્ગ અને મકાન વિભાગ દ્વારા એરોમાં સર્કલને નાનું બનાવી ચો તરફ રસ્તા પહોળા કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. જેમાં આજે વીજ પુરવઠો બંધ રાખી વીજ કંપનીના અડચણ રૂપ પોલ અને વાયરો હટાવી રસ્તા પહોળા કરવાની કામગીરી હાથ ધરવામાં આવતાં ટુંક સમયમાં એરોમા સર્કલ ઉપર થતું ટ્રાફિક હળવું બનશે એવું શહેરીજનો અને બનાસવાસીઓનું માનવું છે.

જિલ્લા મુખ્યાલય પાલનપુરમાં સરકારી સહિતના કામો માટે સમગ્ર જિલ્લામાંથી પ્રજાની રોજીંદી અવરજવર રહે છે. પરંતુ પાલનપુરના પ્રવેશદ્વાર ગણાતા એરોમાં સર્કલ પર ટ્રાફિકની સમસ્યા હર કોઈને સતાવે છે. કામ અર્થે આવતા પ્રજાજનો ટ્રાફિકમાં કલાકો સુધી અટવાય છે. એમ્બ્યુલન્સ પણ ટ્રાફિકનો ભોગ બને છે એટલું જ નહીં, અવારનવાર સર્જાતા અકસ્માતોમાં અનેક નિર્દોષ લોકોએ જીવ પણ ગુમાવ્યા છે.જે ટ્રાફીક સમસ્યાને લઈ શહેરના જાગૃત નાગરિકો દ્વારા આંદોલન પણ કરવામાં આવ્યું હતું.અને છેક મુખ્યમંત્રી સુધી પણ રજુઆત કરવામાં આવી હતી. ત્યારે રાજ્ય સરકાર દ્વારા એરોમા સર્કલના ટ્રાફિક નિવારણ માટે બાયપાસ રોડની સાથે ખાસ યોજના બનાવીને એરોમા સર્કલને નાનું બનાવી તેની ચારે તરફના રસ્તાઓને પહોળા કરવા માટેની કામગીરી વહીવટી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવી છે. જેથી પાલનપુરના શહેરીજનોના મતે એરોમા સર્કલની ટ્રાફિક સમસ્યામાં મહદ અંશે ઘટાડો થશે અને લોકોને રાહત થશે.

રાજ્ય સરકારનું 6 કરોડનું સ્પેશ્યલ પેકેજ: એરોમાં સર્કલની ટ્રાફિક સમસ્યા સમગ્ર ગુજરાતમાં ચર્ચાસ્પદ બની હતી ત્યારે રાજ્ય સરકાર દ્વારા 6 કરોડ જેટલી માતબર રકમથી સ્પેશિયલ પેકેજ બનાવી એરોમા સર્કલની ટ્રાફિક સમસ્યા નિવારવા માટેના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. અને વહીવટી તંત્ર દ્વારા પણ તાત્કાલિક ધોરણે આ કામગીરી હાથ ધરવામાં આવી છે.જેને લઇને પાલનપુરના એરોમાં સર્કલની ટ્રાફિક સમસ્યામાંથી બનાસવાસીઓને અને વાહન ચાલકોને મોટી રાહત થશે.

100 થી વધુ વિસ્તારમાં વિજ પુરવઠો ખોરવાયો: એરોમા સર્કલના અંડર ગ્રાઉન્ડ વાયરીંગ તેમજ વીજ વિભાગને લગતા કામ માટે આજે શનિવારે સવારે 6 થી 10 વાગ્યા સુધી હાઈવેના 100 થી વધુ વિસ્તારોમાં વીજ પુરવઠો બંધ રાખીને સબસ્ટેશન યાર્ડનું પેનલ  શિફ્ટિંગનું કામ કરવામાં આવ્યું હતું .જેના કારણે કોજી વિસ્તાર,જોરાવર પેલેસ,જિલ્લા પંચાયત ઢુંઢીયાવાડી, એગોલા રોડ,બેચરપુરા,ગઠામણ રોડનો વિસ્તાર,રામદેવ હોટલ સાઈડ અમદાવાદ હાઈવે તરફનો પૂર્વ વિસ્તાર, તથા કાળા હનુમાન રોડ વિસ્તાર,ડોકટર હાઉસ,પારપડા રોડ,ગ્રીન પાર્ક તરફ અમિકુંજ,કિસાન ઓઇલ મીલ,ડીસા રોડ પર એરોમા ફીડરનો વિસ્તાર,જૂની આરટીઓ નજીક, લક્ષ્મીપુરા,રાજવી બંગલો તરફ,સુખબાગ રોડ,જીઆઇડીસી,ગોબરી ફાટક તરફના વિસ્તારોની નજીકમાં વીજ પુરવઠો બંધ રાખીને વીજ કંપની દ્વારા કામગીરી કરવામાં આવી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.