પોલીસે 43 લાખથી વધુની ચાંદીનો જથ્થો જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી

બનાસકાંઠા
બનાસકાંઠા

પાથાવાડાની ગુંદરી ચેકપોસ્ટ ઉપરથી 62 કિલો ચાંદીના દાગીના સાથે એક શખ્સ ઝડપાયો: થરાદ ડીવાયએસપીની સૂચનાથી પાથાવાડા પીએસઆઇ પોલીસ સ્ટાફ સાથે પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન પાથાવાડાની ગુંદરી ચેકપોસ્ટ ઉપર વાહન ચેકિંગ કરી રહ્યા હતા તે દરમિયાન એક ગાડી માંથી ચાંદીના દાગીના ભરેલા નાના મોટા દાગીના મળી આવ્યા હતા જેથી પોલીસે 43 કિલો થી વધુ ચાંદીનો જથ્થો અને ગાડી જપ્ત કરી ચાલકની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

પાથાવાડા પીએસઆઇ એ.બી.દત્તા સ્ટાફના: હસમુખભાઈ પરમાર સુખદાન અમરતભાઈ તેજાભાઈ કરશનભાઈ હરેશકુમાર સાથે પાથાવાડાની ગુંદરી ચેકપોસ્ટ ઉપર વાહન ચેકિંગમાં હતા તે દરમિયાન રાજસ્થાન તરફથી આવી રહેલ સ્વીફટ ડીઝાયર ગાડી RJ.30.CA.2690  શંકાસ્પદ જણાતા તેને રોકાવી ગાડીમાં તપાસ કરતા અંદરથી ચાંદીના અલગ અલગ દાગીના મળી આવ્યા હતા જેથી પોલીસે

નાની મોટી સાઈઝના બાળકોના તેમજ સ્ત્રીઓના ચાંદીના પહેરવાના દાગીના જેમાં: (૧) પગમાં પહરેવાની નાની મોટી સાઈઝની વીંછી તથા (૨) નાના બાળકોના પગમાં પહેરવાના કડા તથા (૩) સ્ત્રીઓને પગમાં પહેરવાના કડા તથા (૪) બાળકોના હાથમાં પહેરવાના કડા તથા (૫) સીંદુર ડબ્બી તથા (૬) કાજલ ડબ્બી તથા (૭) ત્રિશુલ તથા (૮) ગોગા મહારાજનું છતર તથા (૯) તુલસી કયારા તથા (૧૦) કાનુડાના ઝુલાના પેકેટો બનાવેલા જે તમામનુ વજન આશરે ૬૨.૯૦૪ ગ્રામ જેની કુલ કિંમત ૪૩,૫૦,૭૨૭/- નો મુદ્દામાલ જપ્ત કરી ચાલક ગાડી ચાલકની પૂછપરછ કરી હતી જોકે તેને પોલીસને સંતોષકારક જવાબ ના આપતા પોલીસે ગાડીના ચાલક વિશાલ તુલસીદાસ વ્યાસ રહેવાસી શિવ સુંદર સદન રામપુરા નાથદ્રારા તા. નાથદ્રારા જી. રાજસમન્દ રાજસ્થાન વાળા ની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.