વિદેશી દારૂની હેરાફેરી કરતા શખ્સને પોલીસે દિયોદરના ગોલવી ત્રણ રસ્તા પાસેથી ઉઠાવી લીધો
બનાસકાંઠા જિલ્લા એલસીબી પોલીસે દિયોદરના ગોલવી ગામ ત્રણ રસ્તા પાસે નાકાબંધી દરમિયાન ઈકો ગાડીમાં ચોરખાનું બનાવી દારૂની હેરાફેરી કરતા શખ્સને ઝડપી પાડયો છે 3 લાખ 46 હજારથી વધુનો મુદ્દા માલ કબજે લઈ આગળની તપાસ હાથ ધરી છે.
બનાસકાંઠા એલસીબી પોલીસે દિયોદર વિસ્તારમાંથી ઈકો ગાડીમાં થતી દારૂ ની હેરાફેરી ઝડપી પાડી છે. જેમાં એલસીબી પોલીસ સ્ટાફ દિયોદર વિસ્તારમાં પેટ્રોલિંગ દરમ્યાન બાતમી હકીકત આધારે કોતરવાડા ગામ તરફથી એક ઈકો ગાડી દારૂ ભરીને ગોલવી ગામ તરફ જનાર છે. જે આધારે એલસીબી પોલીસે ત્રણ રસ્તા પાસે નાકાબંધી કરી જે સમય દરમિયાન સામેથી એક શંકાસ્પદ ઇકો ગાડી GJ 08 CK 6966 રોકાવી તપાસ કરતા ગાડીમાંથી ચોર ખાનામાં દારૂ મળી આવ્યો હતો. જેથી પોલીસે કુલ 3 લાખ 46 હજાર 146 રૂપિયા નો મુદ્દામાલ કબ્જે કરી ગાડીના ચાલક ક્રિષ્ના રામ દેવાસી રહે, સરણાઉ વીજળી ઘર પાસે થાણા સાંચોર વાળાને ઝડપી પાડી દિયોદર પોલીસ મથકે ગુજરાત પ્રોહીબીઝન એક્ટ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.