ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે માટે પોલીસ તંત્ર સાબદું બન્યું

બનાસકાંઠા
બનાસકાંઠા

રાજ્યમાં સૌથી વધુ 234 ફરાર આરોપી ઝડપ્યા;NDPS સહિતના કેસ કરી રૂ.5.50 કરોડનો મુદ્દામાલ કબ્જે, 28 પાસા, 265 તડીપાર અને 7500 લોકો સામે અટકાયતી પગલાં ભરાયા: બનાસકાંઠા લોકસભાની ચૂંટણીનું મતદાન આવતીકાલે યોજાવાનું છે. ત્યારે ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે માટે પોલીસ તંત્ર સાબદું બન્યું છે.

બનાસકાંઠા જિલ્લામાં લોકસભા ની ચૂંટણી મુક્ત અને ન્યાયી વાતાવરણમાં યોજાય તે માટે પોલીસ તંત્ર સજ્જ બન્યું છે : આદર્શ આચાર સંહિતના અમલીકરણ અંતર્ગત રાજ્યમાં સૌથી વધુ બનાસકાંઠા જિલ્લા પોલીસે 234 નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડ્યા છે. જ્યારે પ્રોહીબિશન હેઠળ રૂ.3 કરોડનો મુદામાલ, NDPS એકટ હેઠળ 9 કેસો કરી રૂ. 1.11 કરોડ નો મુદામાલ,  MCC અંતર્ગત કેશ લેવડના 10 કેસ કરી રૂ.1.18 કરોડનો મુદામાલ અને રૂ.9.88 લાખની કિંમતના સોના ચાંદીના દાગીના અને વાહનો સહિતનો મુદામાલ જપ્ત કરવામાં આવ્યો છે. જ્યારે 28 પાસા, 265 તડીપાર અને 7500 અટકાયતી પગલાં ભરવામાં આવ્યા હોવાનું એસ.પી.અક્ષયરાજ મકવાણાએ જણાવ્યું હતું.

ચૂંટણીમાં કાયદો અને વ્યવસ્થાની જાળવણી માટે 1452 પોલીસ કર્મચારીઓ, 2558 એચજી,એસઆરડી અને જીઆરડી ની સાથે 145 પૈકીના 18 સંવેદનશીલ બુથો પર એસઆરપીએફના જવાનો તૈનાત કરવામાં આવશે તેમજ પોલીસ મોબાઈલ વાન દ્વારા સધન પેટ્રોલિંગ કરવામા આવશે અને 1295 લોકેશન પર વેબ કાસ્ટિંગ કરવામાં આવશે આમ, મતદાન શાંતિપૂર્વક માહોલમાં સંપન્ન થાય તે માટે પોલીસ તંત્ર સજ્જ બન્યું છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.