મહેસાણામાંથી ઇકો ગાડીની ચોરી કરનાર શખ્સને એલ.સી.બી. ની ટીમે ડીસામાં થી ઝડપી પાડ્યો

બનાસકાંઠા
બનાસકાંઠા

બનાસકાંઠામાં લોકસભાની ચૂંટણીને લઇ જિલ્લા પોલીસવળા અક્ષયરાજ મકવાણા ની સૂચનાથી લોકલ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા સતત પેટ્રોલિંગ કરી ગેરકાયદેસર પ્રવૃત્તિઓને અટકાવવા માટેના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે ત્યારે ગઈકાલે બનાસકાંઠા એલસીબી ની ટીમ ડીસામાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન એક શંકાસ્પદ ઈસમને ઝડપી પાડી તેની કડક પૂછપરછ કરતા તેને મહેસાણા ખાતેથી ઇકો ગાડીની ચોરી કરી હોવાની કબુલાત કરતા પોલીસે તેની અટકાયત કરી વધુ તપાસ માટે ડીસા દક્ષિણ પોલીસને સોપ્યો છે.

બનાસકાંઠા લોકલ ક્રાઈમ બ્રાન્ચ ના પી.આઈ વી.જી.પ્રજાપતિ ના માર્ગદર્શન હેઠળ સ્ટાફના મુકેશભાઈ પરમાર કાનસિંહ સહિતની ટીમ ગઈકાલે ડીસા શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન અગાઉ વાહન ચોરીઓમાં પકડાયેલ હિતેશકુમાર સોનારામ માળી રહે રખેવાળ પ્રેસ પાસે ચંદ્રલોક રોડ ડીસા વાળો મળી આવતા તેની કડક પૂછપરછ કરતા તેણે પોલીસ સમક્ષ કબુલાત કરતા જણાવ્યું હતું કે આજથી દોઢેક માસ પહેલા મહેસાણા પાલનપુર થી મહેસાણા બ્રીજની નીચે આવેલ સોસાયટીની ગલીમાં પાર્ક કરેલ ઈકો ગાડી નં. GJ-02-DM-0681 ની ચોરી કરી હતી જેથી આ ઈક્કો ચોરી બાબતે પોલીસ દ્વારા તપાસ કરાવતા મહેસાણા “બી” ડીવીઝન પો.સ્ટે ગુ.ર.નં.૧૧૨૦૬૦૪પર૪૦૧૪૭/૨૦૨૪ ઈપીકો કલમ ૩૭૯ મુજબનો ગુનો દાખલ થયેલ હોય જેથી  હિતેશ સોનારામ માળી રહે રખેવાળ પ્રસ પાસે ચંદ્રલોક રોડ ડીસા વાળાની  અટકાયત કરી વધુ તપાસ માટે આરોપીને ડીસા દક્ષિણ પોલીસને સોંપવામાં આવ્યો છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.