સોશિયલ મિડીયામાં એડીટ કરીને વિડીયો વાઇરલ કરનાર શખ્સ ઝડપાયો

બનાસકાંઠા
બનાસકાંઠા

બનાસકાંઠામાં આગામી લોકસભા સામાન્ય ચુંટણી દરમ્યાન આદર્શ આચારસંહિતા અમલમાં હોઇ જીલ્લામાં સાયબર ક્રાઇમ લગત બનાવો ન બને તે સારૂ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ટીમને સોશિયલ મિડીયા ઉપર સર્વેલન્સ વોચ રાખવા સુચના આપવામાં આવી હતી. દરમિયાન સાયબર ક્રાઇમ પોલીસ ઇન્સ્પેક્ટર એસ.કે.પરમાર અને પીએસઆઇ ટી.એન.મોરડીયા, વી.બી. મકવાણા સાયબર ક્રાઇમ ટીમ વિવિધ સોશિયલ મિડીયા એકાઉન્ટના સર્વેલન્સ વોચમાં હતા.

દરમિયાન, એક અજાણ્યા ઇન્સ્ટા ગ્રામ ધારકે એક મહિલાનો બિભત્સ ગાળો બોલતો વિડીયો એડીટ કરી તે મહિલાની પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડવા કરવા ગુનાહિત કાવતરૂ રચી સોશિયલ મિડીયા દ્વારા તેને માનસિક રીતે હેરાન કરવા સંદર્ભેનો મળી આવતાં તાત્કાલિક ગુનો દાખલ કરી અનડીટેક્ટ ગુનો ડીટેક્ટ કરવા તે શંકાસ્પદ ઇન્સ્ટાગ્રામ ધારક લગત ટેકનિકલ સર્વેલન્સ આધારે જરૂરી સચોટ માહિતી એકત્રિત કરીને ગણતરીના કલાકોમાં આ ગુનાનો શખ્સ વિક્રમભાઇ લેરાજી ઠાકોર રહે.મીઠા, તા.ભાભરને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.