ડીસાનાં માલગઢ ગામના લોકો સરકારની આરોગ્ય યોજનાના લાભથી વંચિત

બનાસકાંઠા
બનાસકાંઠા

ગામ લોકોની બ્લોક હેલ્થ ઓફિસરને રજુઆત: ડીસા તાલુકાના માલગઢ ગામે સરકારની આરોગ્ય યોજનાથી લોકોને વંચિત રાખવા સામે તેમજ ફીમેલ હેલ્થ વર્કર અને કોમ્પ્યુટર ઓપરેટર સામે પગલાં ભરવા લોકોએ માંગ કરી છે તેમજ સરકારની આ યોજનાનો લાભ આપવા માટે બ્લોક હેલ્થ ઓફિસરને રજૂઆત કરી છે.

માલગઢ ગામે સરકાર દ્વારા પીએચસી કેન્દ્ર બનાવવામાં આવેલ છે. જેમાં ગામ લોકો દવાખાનામાં સારવાર લઈ રહયા છે. આ કેન્દ્રના સંચાલકો સરકારની પીએમએમવીવાય યોજનામાં અરજદારોને ગેરમાર્ગે દોરતા ગ્રામજનો હેરાન થઈ રહ્યા છે અને લોકોને સરખો જવાબ આપતા નથી. જે  મામલે આજે ગામના જાગૃત લોકોએ ડીસા કચેરી ખાતે પહોંચી બ્લોક હેલ્થ ઓફિસર ડો. પી. એમ. ચૌધરીને રૂબરૂ મળી લેખિત રજૂઆત કરી હતી જેમાં કેટલાક અરજદારોના આ યોજનામા ફોમ ભર્યાને બે વર્ષ થઈ ગયેલ હોવા છતાં આજદીન સુધી યોજનાની સહાયનો લાભ મળેલ નથી. અરજદારો માલગઢ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે ફિમેલ હેલ્થ વર્કરને બે-ત્રણ વખત મળવા ગયેલ પણ તેઓ હાજર મળતા નથી. કેટલાક કોમ્પ્યુટર ઓપરેટર અને ફિમેલ હેલ્થ વર્કર દ્વારા સરકારની યોજનાથી લાભાર્થીઓને વંચીત રાખતા હોય છે અને તેમની ફરજ દરમ્યાન બેદરકારી દાખવતા હોય છે.તેવા આક્ષેપ કર્યા હતા.

જે અંગે ગામના અરજદાર હિતેશભાઈ પઢિયાર માલગઢ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે ગયેલ ત્યારે તેમને પોટલા ફેદીને 12 માસ અગાઉના માત્ર બે જ ફોર્મ મળ્યા હતા. તેમજ ગામના અન્ય લોકોને પણ લાભ મળ્યો નથી અને ગ્રામજનો રજૂઆત કરતા માલગઢ કેન્દ્રમાં ફરજ બજાવતા હેલ્થ વર્કર અને કોમ્પ્યુટર ઓપરેટર વિવિધ બહાના બતાવી લોકોને ગેરમાર્ગે દોરી રહ્યા છે. ત્યારે અરજદારો દ્વારા જેમ બને તેમ યોજનાનો લાભ જલ્દી મળે અને જેટલા ફોર્મ કેન્દ્ર ખાતે પડેલા હોય તેની રૂબરૂ તપાસ કરી તેની સામે ઘટતી કાર્યવાહી કરવા પણ બ્લોક હેલ્થ ઓફિસરને રજૂઆત કરી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.