માળી સમાજના પાંચ આગેવાનો દ્વારા માનસિક ત્રાસ આપતાં પત્રકારે ઝેરી દવા ગટગટાવી

બનાસકાંઠા
બનાસકાંઠા

(રખેવાળ ન્યૂઝ)ભાભર, ભાભરમાં પત્રકાર સાથે સ્ટુડિયાનો વ્યવસાય કરતા ભારમલભાઈ માળી કે જેઓ સમાજ તેમજ પત્રકારત્વ માં સારી એવી નામના ધરાવતા હોવાથી માળી સમાજના કેટલાક લોકોને કણાની જેમ ખૂંચતા હતા. જેઓ છેલ્લા એક વર્ષથી માળી સમાજમાં યુવા પ્રમુખ હોવાથી કેટલાક લોકોને જાણે પેટમાં તેલ રેડાયું હોય તેમ માનસિક ત્રાસ આપતાં હતા. જેમાં માનસિક ત્રાસથી છેવટે તુટી જતાં જીંદગીને અલવિદા કરવા મજબુર બનતાં સુસાઈટ નોટ લખીને અંતિમ પગલું ભર્યું હતું.

જેમાં અમરતભાઈ પ્રભુભાઈ માળી (રહે.થરાદ) કે જેઓ તેમના ચાર થી પાંચ મદદગાર સાથે ભારમલભાઈને ટોર્ચર કરતા અને સામાજિક રીતે પૈસાની માંગણી કરતા આ સિવાય સોશિયલ મીડિયામાં ગંદી કોમેન્ટ કરીને માનસિક ત્રાસ આપીને મોટી રકમની માંગણી કરતા હતા. આ સિવાય સમાજમાં રહેવું હોય તો તારે રૂપિયા આપવા પડશે ? આવું પણ કહેવામા આવતું હતું.

ત્યારે આખરે સહનશીલતા ખુટતા જીંદગીનો અંત કરવા ઝેરી દવા ગટગટાવી લીધી હતી. ત્યારે આ બાબતેની ભાભર પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે હોસ્પિટલ ખાતે પહોચી નિવેદન લેવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ તેમની પરિસ્થિતિ ગંભીર હોવાથી નિવેદન લઈ શકે તેમ નહતા ત્યારે સમાજના નામે મોટી રકમ માંગીને કોઈની જીંદ ગી છીનવવી કેટલી યોગ્ય ? તેવા ગંભીર સવાલો ઉઠવા
પામ્યા છે. આમ આગામી સમયમાં આવા તત્વો સામે કડક કાર્યવાહી કરીને સમાજમાં દાખલો બેસાડવો જોઈએ.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.