કપૂરપુર પ્રાથમિક શાળાના આચાર્યને શિક્ષણાધિકારીએ નોટિસ ફટકારી

બનાસકાંઠા
બનાસકાંઠા

કપૂરપુર પ્રાથમિક શાળાના આચાર્યને શિક્ષણાધિકારીએ નોટિસ ફટકારી: બનાસકાંઠા જિલ્લાના કપૂરપુર પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને મીની ટેમ્પોમાં ખીચોખીચ ભરીને પ્રવાસે લઈ જવાનો વીડિયો વાયરલ થયો હતો. જે અંગે સ્થાનિકોએ મીની ટેમ્પોને અટકાવી પૂછપરછ હાથ ધરી હતી. આ મીની ટેમ્પોમાં ૩૫ જેટલા વિદ્યાર્થીઓ હોવાનું શાળા શિક્ષકે સ્થાનિકોની પૂછપરછમાં કબૂલ કર્યુ હતું. ત્યારે આ બાબતે જિલ્લા શિક્ષણ તંત્ર હરકતમાં આવ્યું છે.

જેમાં પ્રાથમિક શિક્ષણાધિકારી વિનુ પટેલ દ્વારા આ મામલે તપાસ શરૂ કરવામાં આવી છે. જેમાં શાળા ના આચાર્યને આ અંગેની નોટિસ આપવામાં આવી છે અને ખુલાસો પૂછવામાં આવ્યો છે. જેમાં શાળાના પ્રવાસ અંગે મંજુરી મેળવવાને લઈ અધિકારી દ્વારા બેદરકારી નહી દાખવવા માટે સૂચનાઓ આપવામાં આવી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.