ડીસા નગરપાલિકાએ તાત્કાલિક 25 લાખનો ચેક આપી તમામ નાણાં ચૂકવવાની ખાત્રી આપતા મામલો શાંત પડ્યો

બનાસકાંઠા
બનાસકાંઠા

ડીસા નગરપાલિકાને પાણીના બોરના 8.83 કરોડ રૂપિયાના બાકી બિલ બાબતે યુજીવીસીએલ ફટકારેલી નોટિસ મામલે હાલમાં નગરપાલિકાનુ સંકટ ટળ્યું છે. નગરપાલિકાએ અત્યારે 25 લાખ ભરી તમામ નાણા વહેલી તકે ભરવાની ખાત્રી આપતા મામલો શાંત થયો છે.તાજેતરમાં યુજીવીસીએલ ઈજનેર દ્વારા ડીસા નગરપાલિકાના ચીફ ઓફિસરને વિજબીલ ભરવા માટે નોટીસ ફટકારી હતી. જેમાં નગરપાલિકાના 37 પાણીના બોરના વીજ વપરાશનું અત્યાર સુધીનું કુલ 8.83 કરોડ રૂપિયા બિલ બાકી હતું. તેમજ નગરપાલિકા દર મહિને વીજ વપરાશના બિલના પૈસા પણ અનિયમિત રીતે ચુકવણી કરતી હતી.


જેથી યુજીવીસીએલ દ્વારા નગરપાલિકાને પાણીના બોરના 8.83 કરોડ બાકી ચૂકવવા માટે 72 કલાકની નોટિસ ફટકારવામાં આવી હતી. જો આ તમામ બિલના નાણા તાત્કાલિક નહીં ચૂકવે તો તમામ બોરના વીજ કનેક્શન આપી દેવાની ચીમકી ઉચ્ચારી હતી. જે મામલે નગરપાલિકા સત્તાધીશો દોડતા થઈ ગયા હતા. ચીફ ઓફિસર સહિત સત્તાધિશોએ યુજીવીસીએલના અધિકારીઓ સાથે તાત્કાલિક બેઠક કરી અત્યારે 25 લાખ રૂપિયા તાત્કાલિક ચૂકવવા અને બાકીના પૈસા ધીમે ધીમે ચૂકવી દેવાની ખાતરી આપતા મામલો શાંત પડ્યો હતો.આ અંગે નગરપાલિકાના ચીફ ઓફિસર પંકજ બારોટે જણાવ્યું હતું કે, અમે અત્યારે યુજીવીસીએલને 25 લાખ રૂપિયાનો ચેક આપ્યો છે અને બાકી બિલના નાણા દર મહિને આવતા વીજ બિલની અંદર થોડા થોડા જમા કરાવીને તમામ બાકી બિલ ચૂકવી આપીશું તેવી ખાતરી આપી છે. જેથી યુજીવીસીએલના કર્મચારીઓ માની ગયા છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.