લુણવા ગામના પશુપાલકે ગરમીને લઇ પશુઓ માટે ફોગર પદ્ધતીથી શેડમાં ફુવારા અને પંખા લગાવ્યા

બનાસકાંઠા
બનાસકાંઠા

ગરમીથી ત્રસ્ત પશુઓ માટે પશુપાલકે કર્યો પ્રયાસ : સરહદી બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા કેટલા દિવસ થી ગરમીનો પારો કહેર મચાવી રહ્યો છે. સમગ્ર ગુજરાતમાં હીટવેવ ને પગલે બનાસકાંઠામાં પણ ગરમી એ માજા મૂકી છે. અત્યાર સુધી 45 થી વધુ ડિગ્રી ગરમી રહી છે. ત્યારે લોકો ગરમીથી દાઝી રહ્યા છે. તો બીજી તરફ આ ગરમી ની અસર પશુઓ માં પણ જોવા મળી છે. ત્યારે પાલનપુર તાલુકાના લુણવા ગામ ના પશુઓ માટે પશુપાલકોએ પંખા અને ફુવારા ની ફોગર પદ્ધતિથી પશુઓને ઠંડક મળે તે માટે પ્રયત્નો હાથ ધર્યા છે.

બનાસકાંઠામાં છેલ્લા કેટલાય દિવસોથી ગરમીનું પારો સતત વધતો રહ્યો છે. 45 ડિગ્રી સુધી ગરમી પહોંચી છે. જેને લઈને લોકોના જનજીવન ઉપર પણ મોટી અસર થઈ છે. લોકો ને બહાર નીકળવું પણ મુશ્કેલ બન્યું છે. કાળઝાળ ગરમીથી બચવા લોકો અનેક પ્રયત્નો કરી રહ્યા છે. જોકે બનાસકાંઠા એ પશુપાલન પર નિર્ભર જિલ્લો છે. ત્યારે આ ગરમી પશુઓ પણ સહન કરી શકે તેમ નથી. ત્યારે જે પશુપાલકો છે તે પોતાના પશુઓને ગરમીથી કઈ રીતે બચાવી શકાય તે માટે પણ પ્રયત્નો હાથ ધર્યા છે. અને પોતાના ખેતરોમાં બનાવેલા શેડની અંદર રાખવામાં આવેલા પશુઓ માટે ફુવારા પંખા તેમ જ ફોગર પદ્ધતિથી પશુઓને ઠંડક મળી રહે તે માટેની વ્યવસ્થાઓ કરી છે. કાળઝાળ ગરમી એ સૌ કોઈને દજાડી રહી છે. ત્યારે પશુઓ પણ ગરમી સહન કરી શકતા નથી. ત્યારે પશુપાલકો પોતાના પશુઓ માટે પણ અલગ અલગ રીતે પશુઓને ઠંડક મળી રહે તે માટેની વ્યવસ્થા કરતા હોય છે. ત્યારે પાલનપુર તાલુકાના લુણવા ગામે પશુપાલકે પોતાના પશુઓ માટે પંખા અને પાણીના ફુવારા સહિત ની સુવિધા ઉભી કરી અને પશુઓ ને ઠંડક મળી રહે તે માટેની વ્યવસ્થા કરી છે.

ઉનાળાની આ કાળઝાળ ગરમીમાં પશુઓ ગરમી સહન કરી શકતા નથી. અને જેના કારણે દૂધ ઉત્પાદનમાં પણ મોટી અસર પડતી હોય છે. ત્યારે પોતાના પશુઓને સાચવવા માટે પણ તેના માલિકો દ્વારા આ કાળઝાળ ગરમીમાં તેમને ઠંડક મળી રહે તે માટેના પૂરતા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.