ડીસા નગરપાલિકાની બજેટ બેઠક યોજાઇ પાલિકાનું વર્ષ 2023 24 નું બજેટ સર્વાનુમતે મંજૂર કરાયું

બનાસકાંઠા
બનાસકાંઠા

ડીસા નગરપાલિકાનું વર્ષ 2024- 25ના વર્ષનું વાર્ષિક તેમજ 2023 24 વર્ષનું રિવાઇઝ બજેટ મંજૂર કરવા પાલીતાડી બજેટ બેઠક મળી હતી જેમાં સરવાનું મતે બજેટ મંજૂર કરાયું હતું બજેટમાં મુખ્યત્વે શહેરને નર્મદા આધારિત પીવાનું પાણી, સફાઈ કામના સાધનોની ખરીદી, ભૂગર્ભ ગટર યોજનાનું અંતિમ તબક્કાનું કામ,ટાઉન હોલ બનાવવાનું કામ સહિત લાઈટ પાણી સફાઈ જેવી આવશ્યક સેવાઓના કામમાં મંજૂર કરાયા હતા.

ડીસા નગરપાલિકાની બજેટ અંગે યોજાયેલી ખાસ સાધારણ સભામાં પાલિકા પ્રમુખ સંગીતાબેન દવેએ વર્ષ 2024 25 નું 264,42,47,000 ની આવક સામે રૂપિયા 5,77,20,000ની પુરાંતવાળું વિકાસલક્ષી બજેટ રજૂ કર્યું હતું.આ ઉપરાંત વર્ષ 2023 24 ના વર્ષનું 29,83,22,000 ની પુરાંત વાળું રિવાઇઝ બજેટ પણ રજૂ કરતા સર્વાનુમતે મંજૂર કરાયા હતા. બજેટમાં મુખ્યત્વે શહેરને નર્મદા આધારિત પાણી મળી રહે તેનું આયોજન તથા સીટી બસ સેવા અને નગરવાટિકા બનાવવાની યોજના દર્શાવાઈ હતી. આ ઉપરાંત સફાઈ બાબતે સફાઈ કામના સાધનોની ખરીદી તેમજ સફાઈ કામગીરીમાં કોઈપણ એક વોર્ડને મોડલ તરીકે નક્કી કરવાની જોગવાઈ ઉપરાંત શહેરમાં આવેલ સોસાયટીઓના રસ્તાની બંને બાજુ તેમજ કોમન પ્લોટ માં વૃક્ષારોપણ કરવાની તેમજ ડસ્ટબીન ખરીદી કરવાની જોગવાઈ પણ કરવામાં આવેલી છે.

આ અંગે પાલિકા પ્રમુખ સંગીતાબેન દવેએ જણાવ્યું હતું કે, ‘શહેરમાં મુખ્યત્વે ગટરના પાણીના નિકાલની જે સમસ્યા છે તે ભૂગર્ભ ગટરનો આખરી તબક્કો ઝડપથી પૂર્ણ થતા શહેરમાં ગટરના પાણીનો કાયમી નિકાલ આવી જશે. જ્યારે શહેરના સર્વાંગી વિકાસ યોજના, સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી વિકાસ યોજના અને અમૃતમ યોજના હેઠળ ઝીબ્રા ક્રોસિંગ તેમજ ટ્રાફિક સિગ્નલના કામોની પણ જોગવાઈ કરાઈ છે. શહેરમાં સુંદર ટાઉનહોલ પણ આગામી સમયમાં તૈયાર થઈ જશે.’બજેટ બેઠકમાં વિપક્ષોએ ચર્ચા કરવાની માંગ કરતા તેમની માંગ સ્વીકારાઈ ન હતી અને બેઠક સભા ની કામગીરી માત્ર ચાર જ મિનિટમાં સમિતિ લેવામાં આવી હતી.

સભ્યોનો આંતરિક વિખવાદ નજરે આવ્યો: ડીસા નગરપાલિકામાં ભાજપનું શાસન છે પરંતુ પાલિકામાં ભાજપના બે જૂથો હોવાથી એક જૂથ પ્રમુખની કામગીરીના વિરોધમાં ચાલતું હોવાથી જે અંગે પ્રમુખને પૂછતા તેઓએ આ પાર્ટી લેવલની બાબત હોઇ તેઓ પાર્ટીમાં રજૂઆત કરશે તેમ જણાવ્યું હતું.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.