ભાજપ સરકારે મહિલાઓ માટે લાવેલ કાયદાઓ અને વિવિધ યોજનાઓથી લોકોને જાગૃત કર્યા

બનાસકાંઠા
બનાસકાંઠા

ડીસામાં ભાજપ મહિલા મોરચા દ્વારા પદયાત્રા રેલી યોજાઈ મહિલાઓના રક્ષા અને વિકાસ માટેના કાયદાઓ અને યોજનાઓથી લોકોને માહિતગાર કર્યા, ડીસામાં નારી શક્તિ વંદન કાર્યક્રમ અંતર્ગત શહેર ભાજપ મહિલા મોરચા દ્વારા પદયાત્રા રેલીનું આયોજન કરાયું હતું. મહિલાઓએ ભાજપ સરકારે મહિલાઓ માટે લાવેલ કાયદાઓ અને વિવિધ યોજનાઓથી લોકોને જાગૃત કર્યા હતા.

આગામી આઠમી માર્ચના રોજ સમગ્ર દેશમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ મહિલાઓની રક્ષા માટે કાયદાઓ લાવ્યા છે અને અનેક યોજનાઓ શરૂ કરી છે જેના થકી દેશથી કરોડો મહિલાઓને લાભ થયો છે. ત્યારે આવી યોજનાઓ અને કાયદાને વંદન કરતા નારી શક્તિ વંદન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત આજે ડીસામાં પણ ભાજપ મહીની મહિલા મોરચા દ્વારા પદયાત્રા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. ડીસાના સાઈબાબા મંદિરથી શરૂ થયેલી આ પદયાત્રા રેલી ફુવારા સર્કલ થઈ પરત ફરી હતી

આ અંગે ડીસા નગરપાલિકા પ્રમુખ સંગીતાબેન દવે અને મહિલા મોરચાના પ્રમુખ ડો. વર્ષાબેન પટેલે જણાવ્યું હતું કે, આઠમી માર્ચના રોજ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવે છે. દેશના વડાપ્રધાને પણ મહિલાઓની રક્ષા માટે તેમના વિકાસ માટે અનેક કાયદાઓ અને યોજનાઓ લાવ્યા છે ત્યારે આ યોજનાઓની લોકોને જાણકારી મળી રહે અને નારી શક્તિને વંદન કરવાના હેતુથી આજે નારી શક્તિ વંદન કાર્યક્રમ અંતર્ગત મહિલા મોરચા દ્વારા પદયાત્રા રેલીનું આયોજન કર્યું છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.