થરાદ સીપુ પાઈપલાઈન યોજના નું અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી ના હસ્તે શુભારંભ કરાયો

બનાસકાંઠા
બનાસકાંઠા

થરાદના મહાજનપુરા પાસે કરોડોના ખર્ચે 70 કિલોમીટર લાંબી થરાદ સીપુ જળાશય પાઈપલાઈન યોજના અંતર્ગત થરાદ ખાતે વિધાનસભાના અધ્યક્ષ અને થરાદના ધારાસભ્ય શંકર ચૌધરીએ બુધવારે નર્મદા કેનાલના દરવાજા ખોલી પાણીના સંપ ભરવાનો શુભારંભ કરવામાં આવ્યો હતો. જેમાં સિચાઈ વિભાગના અધિકારીઓ સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. તેમજ પંપીંગ સ્ટેશનનું નિરીક્ષણ કર્યું હતું.

બનાસકાંઠા જિલ્લા માટે કરોડોના ખર્ચે થરાદથી સિપુ ડેમ સુધીની પાઈપલાઈન યોજનાનું કામ હાથ ધરવાનું આયોજન રાજ્ય સરકાર દ્વારા હાથ ધરવામાં આવ્યું છે. જેમાં થરાદના મહાજનપુરા પાસે નર્મદા મુખ્ય નહેરમાંથી સીપુડેમ સુધી પાણી નાંખવામાં આવનાર પાઈપલાઈનનું થરાદના મહાજનપુરા પાસે પંપીંગ સ્ટેશન બનાવમાં આવ્યું હતું. આ મુખ્ય પાઈપલાઈનની બંન્ને બાજુમાં આવતાં ગામોના તળાવો લિંક પાઈપ નાખીને ભરવામાં આવશે.

આ મુખ્ય પાઇપલાઇનની બંન્ને બાજુમાં આવતાં ગામોના તળાવો લિંક પાઇપ નાખીને ભરવામાં આવશે જેમાં મહાજનપુરા પાસે નર્મદા મુખ્ય નહેરમાંથી સીપુ ડેમ સુધી પાઇપલાઇન નાંખવામાં આવી તેમજ મહાજનપુરા મડાલ અને રસાણા એમ ત્રણ ગામોમાં પંપીગ સ્ટેશનો ગોઠવવામાં આવશે. જેના થકી ડેમ સુધી પાણી પહોંચાડવામાં આવશે. જેથી ખેડુતોને સિંચાઇ માટે પણ પાણી મળતાં 6000 હેક્ટર જમીનને પિયત માટે લાભ મળશે. આ પાઇપલાઇનથી વચ્ચે સુજલામ સુફલામ ના ક્રોસીંગમાં પણ પાણી નાખવાની વ્યવસ્થા કરવામાં આવશે.

આમ રાજ્યસરકારની પીવા અને સિંચાઇ માટે પાણીની આ મહત્વાકાંક્ષી 70 કિલોમીટરની યોજનાથી બનાસકાંઠાના પ્રજાજનો અને ખેડૂતોમાં ભારે આનંદની લાગણી ફેલાયેલી જોવા મળી રહી છે. આ મુખ્ય પાઇપલાઇનની બંન્ને બાજુમાં આવતાં ગામોના તળાવો લિંક પાઇપ નાખીને ભરવામાં આવશે. આથી થરાદ તાલુકાના 15 ગામના 47 તળાવો, લાખણીના 9 ગામના 19 તળાવો, ડીસાના 12 ગામના 35 તળાવો અને દાંતીવાડા 2 ગામના 5 તળાવો ભરવામાં આવશે. જ્યારે થરાદથી સીપુ સુધીના 70 ગામોના તળાવો ભરવાની યોજના છે. આ અંગે ખેડૂત જણાવ્યું હતું કે, થરાદના ધારાસભ્ય શંકર ચૌધરી, સંસદ પરબત પટેલ અને સિંચાઇમંત્રીના પ્રયાસોથી થરાદથી સિપુ ડેમ સુધી પાઇપલાઇન નાખવાની યોજનાના કામો હાથ ધરવાનું આયોજન હાથ ધરવામાં આવ્યું હતું. તે સફળ થયું છે ખેડૂતોના આશીર્વાદ મળશે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.