શક્કરટેટી ગુજરાતમાં તો ઠીક પરંતુ જમ્મુ કાશ્મીરના શ્રીનગરમાં પણ પ્રખ્યાત

બનાસકાંઠા
બનાસકાંઠા

બનાસકાંઠા જિલ્લામાં ટેટીનું ૩૦૯૮ અને તરબૂચનું ૨૦૬૭ હેક્ટરમાં વાવેતર થવા પામ્યું

શકકરટેટીના  પ્રતિકિલો ૧૨ થી ૧૮ રૂપિયા ભાવ મળતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ: સરહદી વિસ્તાર ગણાતા બનાસકાંઠા જિલ્લામાં ઉનાળાની ઋતુમાં પાણી ની વિકટ પરિસ્થિતિ વચ્ચે ખેડૂતો બાગાયતી પાકો ને વધુ પસંદ કરી રહ્યા છે જેમાં બનાસકાંઠાના ખેડૂતો  ટેટી તરબૂચ તરફ વળ્યા છે અને જે શક્કરટેટી ગુજરાતમાં તો ઠીક પરંતુ જમ્મુ કાશ્મીર ના શ્રીનગરમાં પણ પ્રખ્યાત થઈ છે.

બનાસકાંઠાના ખેડૂતો તેની ખેતી ના કારણ દેશ વિદેશમાં જાણીતા થયા છે. જેમાં  બનાસકાંઠાની ડીસા નગરી એટલે બટાકા નગરી પ્રખ્યાત છે પરંતુ હવે તેની સાથે ડીસા સહિત જિલ્લામાં દાડમ અને બાદમાં શક્કરટેટી અને તરબૂચનું વાવેતર વધતા દેશભરમાં પ્રખ્યાત થવા પામી છે. મર્ચીગ અને ડ્રિપ સિસ્ટમના કારણે ટેટી તરબૂચનું વાવેતર વધ્યું છે સાથે મીંગ અને ડ્રિપમાં સરકારની સહાયના કારણે ખેડૂતો શક્કરટેટી  તરબૂચના વાવેતર તરફ વળ્યા અને આજે સમગ્ર બનાસકાંઠાના મોટા ભાગના વિસ્તારોમાં ટેટી તરબૂચનું વાવેતર થાય છે. ત્યારે આ વર્ષે શરૂઆત માં શક્કરટેટી  ભાવ પણ સારા મળી રહ્યા છે જેમાં ખેડૂતોના ખેતરમાંથી રાજ્ય ના અન્ય શહેરો તથા રાજસ્થાન અને શ્રીનગરના વેપારીઓ લેવા આવી જાય છે અને પ્રતિ કિલો રૂ.૧૨ થી રૂ.૧૮ ના ભાવે વેચાણ કરી રહ્યા છે. જોકે ચાલુ સાલે અનુકુળ વાતાવરણના લીધે ઉત્પાદન પણ સારૂ મળી રહ્યું છે જેથી શક્કરટેટી નું વાવેતર કરેલ ખેડૂતો માટે આ વર્ષ સારું ગણવામાં આવી રહ્યું છે.

બનાસકાંઠા જિલ્લાના વિવિધ તાલુકાઓમાં થયેલું શક્કરટેટી અને તડબૂચ નું વાવેતર: બનાસકાંઠા જિલ્લામાં સૌથી વધુ ડીસા તાલુકામાં શક્કરટેટી નું ૨૩૭૭ હેક્ટરમાં જ્યારે તરબૂચનું ૧૪૭૭ હેક્ટરમાં વાવેતર થયું છે આ ઉપરાંત દાંતીવાડામાં સક્કરટેટી નું ૫૦૦ જ્યારે તડબુચ નું ૪૨૬ હેક્ટરમાં થયું છે પાલનપુર માં તડબૂઅં તને સક્કરટેટી નું ૨૦૨ હેક્ટર વિસ્તારમાં વાવેતર થયું છે આ ઉપરાંત ભાભર દિયોદર ધાનેરા કાંકરેજ અને વડગામ વિસ્તારમાં વાવેતર થયેલ છે.

શક્કરટેટી અને તડબૂચનું વેચાણ સીધું ખેડૂતના ખેતરમાંથી થઈ રહ્યું છે: આ બાબતે કેટલાક ખેડૂતોએ જણાવ્યું હતું કે ખેડૂતોના ખેતરોના સીધા વેપારી આવીને ખરીદી કરે છે. જેથી ખેડૂતો ને માર્કેટ સુધી જવુ પડતું નથી સાથે સારા વાતાવરણના કારણે ઉત્પાદન સારૂ છે અને ભાવ પણ સારા હોવાથી ખેડૂતોના ચહેરા પર ચમક જોવા મળી રહી છે.

ચાલુ વર્ષે ખેડૂતોને એકર જમીનમાં બે લાખની આવક થવા પામી રહી છે: આ બાબતે શક્કરટેટી નું વાવેતર કરેલ ખેડૂતના જણાવ્યા પ્રમાણે આજના ભાવે ખેડૂતને શક્કરટેટી માં પર એકર એ રૂ. બે લાખનું ઉત્પાદન થાય છે. અને તરબૂચમાં પણ સારા ભાવ મળી રહ્યા છે. જોકે ખર્ચ પ્રમાણે આવક સારી ઉભી થઇ રહી છે. જોકે આ બાબતે પહેલા બનાસનદીના પટમાં વાવેતર થતું હતું પરંતુ નદીના પટ સુકાતા ધણા વર્ષ સુધી વાવેતર ન થયું પરંતુ હવે સરકારની સહાય અને કૃષિ વૈજ્ઞાનિકોના માર્ગદર્શનથી ખેતરો માં વાવેતર શરૂ થયું છે જેમાં વાવેતરમાં ઓછી મહેનતે સારો નફો મળે છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.