સિરોહી જિલ્લાનાં આબુરોડનું અતિ પૌરાણિક ઋષિકેશ મંદિર

બનાસકાંઠા
બનાસકાંઠા

અરવલ્લીની પહાડીઓ અને ઘનઘોર ગીચ જંગલમાં પહાડોની વચ્ચો વચ્ચ આવેલ આં મંદિર અતિપ્રાચીન અને રસપ્રદ છે જાેકે આના વિશે બહુ ઓછાં લોકોને જાણકારી છે. કહેવાય છે કે આ મંદિરનું નિર્માણ અને લગભગ ૭ થી ૮ હજાર વર્ષ જૂનું છે એ સમયના રાજા અમરીશ ઋષિકેશ મંદિરનું નિર્માણ થયું હોવાનું માનવામાં આવે છે. આ મંદિર પર સફેદ સંગેમરમર ની સંરચના છે, જેની દીવાલો પર ઉત્કૃષ્ઠ મૂર્તિઓ પ્રદર્શિત છે. કથાઓમાં એવું કેહવાય છે કે આં રાજાએ ૬૭ અશ્વમેઘ યજ્ઞ કર્યા જેથી ભગવાન ઈન્દ્રને સંકટ અનુભવ્યુ અને તપને રોકવા માટે ભગવાન ઇન્દ્રએ વ્રજથી પ્રહાર કર્યો હતો. પરંતુ રાજા અમરીશનાં ઇષ્ટદેવ ભગવાન ઋષિકેશ હતાં જેમને ઇન્દ્રદેવના કોપથી તેમને બચાવ્યા હતાં અને તેમને પોતાનાં હાથોથી આ પ્રહારને રોકી લીધો હતો. આ મંદિરની પરિસરમાં હજુપણ પૌરાણિક કુંડ છે. જેમાં આજદિન સુધી એવું માનવામાં આવે છે પાણી સુકાયું નથી. મંદિરની અડીને આવેલ પહાડ અને વેહતાં ઝરણાં અહીંની ખાસિયત છે જે નિહાળવા અને દર્શનાર્થે લોકો દૂરદૂરથી અહીંયા આવતા હોય છે.

આબુરોડ ઋષિકેશ મંદિરની નજીક માતા ભદ્રકાળીનું મંદિર આવેલ છે અને તે પણ એટલુજ જૂનું અને પૌરાણિક છે. આ મંદિરની માતાજીની મૂર્તિ પણ લગભગ ૭ હજાર વર્ષ જૂની છે અને અતિપ્રાચીન ઇતિહાસ ધરાવે છે. આજે પણ અહીંયા લોકો દર્શનાર્થે આવી ધન્યતા અને મનની શાંતિ અનુભવે છે. આ મંદિર આબુરોડ થી ઋષિકેશ જતાં રસ્તમાં આવે છે જે પહાડની ટોચની અડીને આવેલ છે. મંદિરની આગળ હાલ મસ્ત મજાની નદી અને ઉપર કોઝવે જેવું બનાવેલ છે જ્યાં થઈ મંદિરમાં માતાજીના દર્શનાર્થે જઈ શક્ય છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.