ડીસામાં ચંદ્રયાન-3ના લેન્ડિંગ માટે આદર્શ હાઇસ્કુલના વિદ્યાર્થીઓએ પ્રાર્થના કરી

બનાસકાંઠા
બનાસકાંઠા

ડીસાની આદર્શ હાઇસ્કુલમા ચંદ્રયાન-3 ના સફળ લેન્ડિંગ માટે તેમજ ભારતને સિદ્ધિ મળે તે માટે શાળાના વિદ્યાર્થીઓ અને શિક્ષકો દ્વારા સામુહિક પ્રાર્થના કરવામાં આવી હતી. ચંદ્રયાન-3 આજે સાંજે 6:40 કલાકે ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર લેન્ડ કરશે. 14 જુલાઈના રોજ બપોરે 3:35 કલાકે આંધ્રપ્રદેશના શ્રીહરિકોટાથી લોન્ચ કરવામાં આવેલ ચંદ્રયાન 41 દિવસમાં 3.84 લાખ કિમીની સફર કરીને નવો ઇતિહાસ લખશે. તેમજ લેન્ડરના ચાંદ પર લેન્ડ થતાં જ રેમ્પ ખુલશે અને પ્રજ્ઞાન રોવર ચંદ્રની સપાટી પર આવશે. વિક્રમ લેન્ડર પ્રજ્ઞાનની તસવીર લેશે અને પ્રજ્ઞાન વિક્રમની તસવીર લેશે. આ ફોટોઝને પૃથ્વી પર સેન્ડ કરવામાં આવશે. જો ભારત પોતાના આ મિશનમાં સફળ રહ્યું તો આવું કરનાર પહેલો દેશ બનશે. આ ક્ષણ માણવા માટે દેશભરમાં ઉત્સાહ છે અને ઠેરઠેર લાઈવ ટેલિકાસ્ટનું આયોજન કરવામાં આવ્યું છે.


આ મિશનની સફળતા માટે દેશમાં જ નહીં વિદેશમાં પણ અલગ-અલગ જગ્યાએ હવન કરવામાં આવી રહ્યા છે. ત્યારે ડીસાની આદર્શ હાઇ સ્કૂલમાં શિક્ષકો અને વિદ્યાર્થીઓએ ચંદ્રયાનના સફળ લેન્ડિંગ માટે સામુહિક પ્રાર્થના કરી હતી. શિક્ષકોએ ચંદ્રયાન વિશે વિદ્યાર્થીઓને સંપૂર્ણ જાણકારી આપી હતી. તેમજ ચંદ્રયાન ત્રણનો સફળ લેન્ડિંગ થાય અને દેશની વધુ સિદ્ધિ મળે તે માટે શાળામાં પ્રાર્થના કરવામાં આવી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.