હોળી સ્પેશિયલ ટ્રેનને પાલનપુર-મહેસાણા સ્ટેશને સ્ટોપેજ

બનાસકાંઠા
બનાસકાંઠા

સાબરમતીથી રાત્રે 22.00 કલાકે ઉપડી બીજા દિવસે પહોંચશે સાબરમતી અને ગોમતીનગર વચ્ચે આજથી  ટ્રેન દોડશે: પશ્ચિમ રેલવે દ્વારા રજૂઆતને ધ્યાને લઈ સાબરમતી અને ગોમતીનગર વચ્ચે હોળી સ્પેશિયલ ટ્રેનની બે ટ્રિપ વિશેષ ભાડા પર ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ ટ્રેન  આજે શુક્રવારના રોજ સાબરમતીથી રાત્રે 22.00 કલાકે ઉપડીને બીજા દિવસે રાત્રે 22:30 કલાકે ગોમતીનગર પહોંચશે. જે પાલનપુર, મહેસાણા સહિતના રેલવે સ્ટેશને ઉભી રહેશે.

પશ્ચિમ રેલવેના સુત્રોએ જણાવ્યું હતું કે, અમદાવાદની અનેક રજૂઆતને ઘ્યાને લઈને ગોમતી નગર-સાબરમતી વચ્ચે હોળી સ્પેશિયલ ટ્રેનની બે ટ્રિપ વિશેષ ભાડા પર ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ ટ્રેન આજે શુક્રવારના રોજ સાબરમતીથી રાત્રે 22.00 કલાકે ઉપડીને બીજા દિવસે રાત્રે 22:30 કલાકે ગોમતીનગર પહોંચશે. જ્યારે રવિવારના રોજ ગોમતીનગરથી સવારે 06.00 કલાકે ઉપડીને બીજા દિવસે સવારે 07:00 કલાકે સાબરમતી પહોંચશે.આ ટ્રેન બંને દિશાઓમાં મહેસાણા, પાલનપુર, આબૂ રોડ, અજમેર, ફુલેરા, જયપુર, બાંદીકુઈ, ભરતપુર, મથુરા, હાથરસ,  કાનપુર, અનવરગંજ, કાનપુર સેન્ટ્રલ અને એશબાગ સ્ટેશનો ઉપર રોકાશે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.