મતદાન પૂર્ણ થયા બાદ ઇ.વી.એમ અને મતદાન સામગ્રી કઈ રીતે જમાં થાય છે તેનું ખાસ કવરેજ

બનાસકાંઠા
બનાસકાંઠા

ધાનેરા પ્રાંત અધિકારીના વહીવટ થી ચૂંટણી ફરજ મા રોકાયેલ કર્મચારીઓ એ કર્યો રાજીપો વ્યક્ત: ગુજરાત રાજ્ય ની 25 બેઠકો પર ગત રોજ લોકસભાની ચૂંટણી ને લઈ મતદાનની કામગીરી પૂર્ણ થઈ હતી.તો બીજી તરફ બનાસકાંઠા જિલ્લાના લોકસભાના ઉમેદવારનું ભાવિ હાલ પાલનપુર ખાતે આવેલા સ્ટ્રોંગ રૂમ માં આરામ ફરમાવી રહ્યું છે.આમ તો ગત રોજ મતદારો અને રાજકીય આગેવાનો મતદાન પૂર્ણ થયા બાદ આરામ પૂર્વક ની ઊંઘ લીધી હતી.જો કે ચૂંટણી ફરજ મા રોકાયેલા કર્મચારીઓ અને અધિકારીઓ ની કામગીરી રાત્રી દરમિયાન પણ ચાલુ રહી હતી.

ધાનેરા મત વિસ્તારમાં યોજાયેલ 273 બુથો ના મતદાનને લઈ વહીવટી તંત્ર નું આયોજન સૌ ને ગમ્યું છે.લોકસભા ચૂંટણી મા ધાનેરા મત વિસ્તારની જવાબદારી વહીવટી વડા તરીકે ધાનેરા પ્રાંત અધિકારી કલ્પેશ ભાઈ ઉંનડક્ટ પર હતી.ગત રોજ નો દિવસ વહીવટી વડા અને ચૂંટણી ફરજ મા રોકાયેલા સરકારી તંત્ર માટે દોડધામ ભર્યો હતો.ધાનેરા મત વિસ્તારમાં અલગ અલગ 25 રૂટો પર થી ઇ.વી.એમ રાત્રી ના 8 વાગ્યા ની આસપાસ આવવાના શરૂ થઈ ગયા હતા.જો કે ધાનેરા ની કોલેજ ખાતે ઇ.વી.એમ અને વી.વી પેડ સહિત મતદાન માટે ની સામગ્રી મેળવવા માટે કે જમાં કરવા માટે નું આયોજન યોગ્ય હોવાના કારણે માત્ર 10 મિનિટ મા ઇ.વી.એમ જમાં થઈ રહ્યા હતા.જેના કારણે ગણતરી ના કલાકોમાં તમામ 273 ઇ.વી.એમ અને વી વી પેડ સાથે મતદાન ની સામગ્રી જમાં થઈ ગઈ હતી.ધાનેરા પ્રાંત અધિકારી ના યોગ્ય આયોજન ના કારણે ચૂંટણી ફરજ મા રોકેલા કર્મચારીઓ ઝડપી પોતાના ઘર વતન તરફ રવાના થયા હતા.અને આયોજન ને લઈ રાજીપો વ્યક્ત કર્યો હતો.

ધાનેરા મત વિસ્તાર માં કુલ મતદાન 67.65 ટકા થયું છે.જેમાં પુરુષ 70.27 ટકા જ્યારે સ્ત્રી મતદારો એ 64.84 ટકા મતદાન કર્યુ હતું.ધાનેરા મત વિસ્તાર માં ચૂંટણી ફરજ મા રોકેલા ધાનેરા તેમજ દાંતીવાડા તાલુકા ના તમામ સરકારી કર્મચારીઓ અને અધિકારીઓ નો આભાર વહીવટી વડા એ માન્યો હતો.ધાનેરા ખાતે રાત્રી દરમિયાન ઇ.વી.એમ જમાં કર્યા બાદ ભારે સુરક્ષા સાથે પાલનપુર ખાતે લઈ જવામાં આવ્યા છે .રાત્રી દરમિયાન ચૂંટણી કામગીરી પર નજર રાખી રહેલા ધાનેરા પ્રાંત અધિકારી એ વધુ માહિતી આપી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.