ડીસા તાલુકાની સોયલા ગ્રામ પંચાયત અનેક ગ્રામ પંચાયતો માટે ઉત્તમ ઉદાહરણ પૂરું પાડયુ

બનાસકાંઠા
બનાસકાંઠા

ડીસા તાલુકાના નાનકડા એવા સોયલા ગામે મોટો સંકલ્પ કર્યો છે ગામની ખુલ્લી જગ્યામાં દશ હજાર વુક્ષો નો ઉછેર કરી ગામમાં હરીયાળી સ્થાપિત કરવા ની સાથે અત્યાર સુધી વિવિધ પ્રકારના પાંચ હજાર વુક્ષો નો ઉછેર કરવામાં આવ્યો છે ગામના યુવા સરપંચ પતિ નારણભાઈ જોશી એ આ અંગે જણાવતા કહ્યું હતું કે વિધાનસભાના અધ્યક્ષ તેમજ બનાસડેરી ના ચેરમેન શંકરભાઈ ચૌધરી ની પ્રેરણા થી તેમજ VSSM સંસ્થાના પ્રમુખ મિતલબેન પટેલ તેમજ બનાસકાંઠા વનવિભાગ ફોરેસ્ટ ખાતાના સહયોગથી તેમજ સોયલા ગ્રામ પંચાયતની બોડી,તલાટી અને ગ્રામ જનોના ના સહયોગથી ઉછેરેલ પાંચ હજાર વૃક્ષો પાંચ થી આઠ ફૂટ જેટલી હાઇટે પહોંચી જતા સોયલા ગામની ધરતી હરીયાણી લાગી રહી છે હજારો પશુ-પક્ષી તેમજ રસ્તા માં ચાલતા લાખો લોકો નો વિસામો આ વુક્ષો બની રહશે. ત્યારે જો દરેક ગ્રામ પંચાયત આ રીતે વુક્ષો નો ઉછેર કરવા નો સંકલ્પ કરે તો ચોક્કસ જળવાયુ પરિવર્તન માં મોટો ભાગ ભજવી શકાય છે આ અંગે ગામ ના યુવા સરપંચપતિ નારણભાઈ જોશી એ જણાવ્યું હતું કે ગામ ના ડે સરપંચ પી.એમ જોષી સહીત તલાટી વિજયભાઈ દેસાઈ તથા પંચાયત ના તમામ સદસ્યો દ્વારા ગામમાં વુક્ષો વાવવાનો સંકલ્પ કર્યો હતો તે સાકાર થયો છે. આ અંગે ગામના ડે સરપંચ પી એમ જોષી એ કહ્યું હતું અમારા ગામ માં વુક્ષો નો ઉછેર કરવા માટે વી એસ એસ એમ સંસ્થા ના મિતલબેન પટેલ નો સહયોગ મળતા વુક્ષો માટે ટપક કરવા માં આવી ઉપરાંત વુક્ષો નો કાયમી સંભાળ રાખે તે માટે વુક્ષ મિત્ર રાખી માત્ર એક જ વર્ષ જ સારા એવા વુક્ષો નો ઉછેર કરવામાં આવ્યો છે બનાસકાંઠા જિલ્લા ના વન સંરક્ષણ અધિકારી અભયકુમારસિંહ તથા રેન્જ ફોરેસ્ટ ઓફિસર એલ ડી રાતડા આને ભીલડી ફોરેસ્ટર પેથાભાઈ રબારી દ્વારા વધુ માં વધુ વુક્ષો નું રોપણ થાય તેવા અભિગમ ને લઈ ગામ માં વિવિધ પ્રકારના વુક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે


આ અગે વુક્ષમિત્ર તરીકે રહેલા ત્રિભોવનભાઇ એ કહ્યું હતું કે વાવેલા તમાંમ વુક્ષો નો ઉછેર એક ધર ના પરીવાર ની જેમ કર્યો છે વુક્ષો સુકાઇ ના જાય ઢોર-ઢોખર ખાઇ ના જાય આ તમામ પ્રકારની દેખરેખ હેઠળ વુક્ષો નો ઉછેર કરવામાં આવ્યો છે.સોયલા ગ્રામ પંચાયત ની ખુલ્લી પડેલી જગ્યા માં લીમડા સહિત અનેક પ્રકારના ઔષધિય વનસ્પતિ ના રોપાઓનું વાવેતર કરવામાં આવ્યું છે ત્યારે વુક્ષો અનેક રીતે ખુબ ઉપયોગી બની રહેશે તેમ‌ સરપંચપતિ નારણભાઈ જોશી એ કહ્યું હતું


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.