થરાદની શાળાના બાળકોએ નડાબેટમાં સ્વાતંત્ર પર્વની ઊજવણીમાં ભાગ લીધો

બનાસકાંઠા
બનાસકાંઠા

સુઇગામના નડાબેટમાં બી.એસ.એફ. ઈન્ડો- પાક બોર્ડર બનાસકાંઠા દ્વારા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી અંતર્ગત રવિવારે યોજવામાં આવેલ ફેન્સી ડ્રેસ હરિફાઈમાં શિવમ્ વિદ્યામંદિર થરાદના બાળકોએ વિવિધ સ્વાતંત્ર્ય સેનાનીઓની વેશભૂષામાં ભાગ લીધો હતો. જેમાં ગાંધીબાપુ, ચન્દ્રશેખર આઝાદ, ભગતસિંહ, સરદાર પટેલ, મહારાણા પ્રતાપ, શિવાજી મહારાજ, રાણી લક્ષ્મીબાઈ વગેરે સ્વાતંત્ર્ય સેનાનીઓની વેશભૂષા સાથે બાળકોએ સંવાદો બોલી રજૂઆત કરી હતી.

 

આ કાર્યક્રમમાં ભાગ લેનાર તમામ બાળકોને પ્રમાણપત્રો તેમજ નંબર મેળવનાર બાળકોને ટ્રોફી આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. બાળકોને શાળામાંથી લઈ જવા તથા મૂકવાની સમગ્ર વ્યવસ્થા બી.એસ.એફ. નડાબેટ ટુરિઝમ દ્વારા કરાઈ હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.