સાચવજો : બનાસકાંઠા જિલ્લામાં માર્ચ ના અંત માં પ્રચંડ ગરમી ના રાઉન્ડ નો આરંભ

બનાસકાંઠા
બનાસકાંઠા

યલો એલર્ટ : બનાસકાંઠા જિલ્લામાં ગરમી લોકો ને દછાડશે

ગરમી નું પ્રમાણ વધતાં તાપમાનનો પારો ૪૦.૩ ડીગ્રીએ પહોંચ્યું

આકરી ગરમી થી લોકો પરેશાન  હવામાન વિભાગ દ્વારા પણ યલો એલર્ટ: બનાસકાંઠા જિલ્લામાં માર્ચના અંતે ગરમીનો રાઉન્ડ શરૂ થતા બુધવારના રોજ તાપમાનનો પારો ૪૦.૩ ડિગ્રી ઉપર પહોંચી જતા લોકો ને આકરી ગરમીનો સામનો કરવો પડી રહ્યો છે

બનાસકાંઠા જિલ્લામાં બે-ત્રણ દિવસ ગરમીથી ગરમી પડવાની શરૂઆત થઈ છે જેમાં માર્ચ ના અંતે  પ્રચંડ ગરમી નો  રાઉન્ડ નો આરંભ થયો છે હવામાન વિભાગ દ્વારા પણ બનાસકાંઠા જિલ્લામાં ત્રણ દિવસ યલો એલર્ટ આપવામાં આવ્યું છે જેને લઇ બુધવાર ના રોજ મહત્તમ તાપમાનમાં પણ વધારો જોવા મળ્યો હતો છેલ્લા ૨૪ કલાકમાં મહત્તમ તાપમાનનો વધારો થતા ૪૦.૩ ડિગ્રી નોંધાયું છે જેથી લોકોને ગરમીથી પરેશાન થવાનો વારો આવ્યો છે   આગામી દિવસોમાં હજુ બેથી ત્રણ ડિગ્રી તાપમાન વધવાની શક્યતાઓ રહેલી છે જેને લઈ લોકોને આગામી દિવસોમાં સખત ગરમીનો સામનો કરવો પડી શકે તેમ છે.

આગામી એપ્રિલ અને મે મહિનામાં ગરમીના પ્રમાણમાં વધારો થશે: સરહદી વિસ્તાર બનાસકાંઠા જિલ્લામાં આકરી ગરમીની શરૂઆત થઈ ચૂકી છે. રાજ્યના મોટાભાગના જિલ્લાનું મહત્તમ તાપમાન 40 ડિગ્રી આસપાસ જોવા મળી રહ્યું છે ત્યારે બનાસકાંઠા જિલ્લામાં પણ. 40.3 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું. રાજ્યના અનેક  જિલ્લાઓમાં હવામાન વિભાગ દ્વારા હીટવેવની આગાહી સાથે બનાસકાંઠા જિલ્લામાં યલો અલર્ટ આપવામાં આવ્યું છે. ત્યારે આગામી એપ્રિલ અને મે મહિનામાં બનાસકાંઠા વાસીઓ ગરમીથી ત્રાહિમામ પોકારી ઊઠશે.

બનાસકાંઠા જિલ્લામાં દિવસ બાદ રાત્રીના સમયે પણ ગરમ રહશે: ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા અને મહીસાગર, અરવલ્લી અમદાવાદ, ગાંધીનગર વગેરે શહેરોમાં રાત્રિ દરમિયાન પણ ઉકળાટનો અનુભવ થશે.ડીસા શહેરમાં લઘુતમ તાપમાન માં પણ વધારો થતા 25 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતુ. જેને કારણે દિવસ ની સાથે રાત્રિ દરમિયાન પણ ગરમીનો અનુભવ થઈ રહ્યો છે.

સીઝનની પ્રથમ આકરી ગરમી થી પ્રજાજનોને સાવચવા અપીલ: આગામી ત્રણ ચાર દિવસ દરમિયાન બનાસકાંઠા જિલ્લામાં યલો એલર્ટ આપવામાં આવ્યો છે જેના કારણે ગ્રામ્ય સહિત શહેરીજનોને વધુમાં વધુ પાણી અને પ્રવાહી પદાર્થોનું સેવન કરવું ખૂબ જ આવશ્યક રહેશે. કારણ કે, ગરમ પવનોને કારણે ગરમીનો પારો વધી રહ્યો છે. આથી ડિહાઇડ્રેશન થવાની શક્યતાઓ ખૂબ જ વધુ પ્રમાણમાં છે. શરીરને સતત પ્રવાહી આપવું ખૂબ જ જરૂરી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.