રૂણી તેમજ ખીમંત ગામના પરણિત બન્ને ઇસમો નું ઘટના સ્થળે અકસ્માતમાં મોત

બનાસકાંઠા
બનાસકાંઠા

ધાનેરા તાલુકાના બે અલગ અલગ ગામોના પરણિત યુવાનોનું ગત રોજ રાજસ્થાન નાં મંડાર રેવદર હાઇવે રોડ પર અકસ્માત થતા બન્ને નું ઘટના સ્થળે મોત નિપજ્યું છે. ધાનેરા તાલુકા મા અકસ્માત ના કારણે યુવાની મા મોત ની સખ્યા વધી રહી છે. ગત રોજ ધાનેરા તાલુકાના રૂણી ગામના નટવર ભાઈ ગૌસ્વામી તેમજ ધાનેરા તાલુકા ના ખીમંત ગામના  હિરુભા  સોલંકી મોટર સાઇકલ પર રાજસ્થાન તરફ કોઈ કામ અર્થે ગયા હતા. અને ગત રોજ રાજસ્થાન રાજ્ય નાં મંડાર થી રેવદર જતા હાઇવે રોડ પર મોટર સાઇકલ નો અન્ય વાહન સાથે અકસ્માત થતાં બન્ને ઇસમો રોડ પર પટકાયા હતા.રોડ પર પટ કાતા બન્ને. ઇસમો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા બન્ને નું મોત થયું છે. રૂણી ગામ ના નટવર ભાઈ ગૌસ્વામી મજૂરી કરતા હતા જેઓ ને ચાર વર્ષ નો છોકરો અને બે વર્ષ ની દીકરી છે.તો આજ રીતે નાના બાળકો ને મૂકી ખીમત ગામ ના હિરુભા સોલંકી નું પણ અકાળે મોત થતાં બન્ને ગામો મા શોક વ્યાપ્યો છે.બન્ને મિત્રો નું એક સાથે મોત થતા પરિવાર મા ભારે આઘાત છવાઈ ગયો છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.