વાતાવરણમાં પલટો : બનાસકાંઠા જિલ્લામાં આકરી ગરમી વચ્ચે વાદળછાયુ વાતાવરણ સર્જાયું

બનાસકાંઠા
બનાસકાંઠા

ડીસા માં તાપમાન નો પારો બે ડિગ્રી ઘટયો | જિલ્લાના કેટલાક ભાગોમાં હળવા વરસાદની શક્યતાઓ

ફરી એકવાર સાયકોલોની સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થતાં ગુજરાતના વાતાવરણમાં આવ્યો મોટો પલટો: સરહદી વિસ્તાર ગણાતા બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા બે દિવસથી આકરી ગરમી પડી રહી હતી અને તાપમાનનો પારો પણ 40 ડિગ્રી ઉપર પહોંચી જતા બપોરના સમયે તો અગનજ્વાળા વરસી રહી હતી પરંતુ શુક્રવારની વહેલી સવારથી જ આંશિક વાદળો સાથે તાપમાનમાં સામાન્ય ઘટાડો નોંધાયો છે એપ્રિલના અંતમાં ફરી એકવાર વાતાવરણમાં પલટા સાથે જિલ્લાના કેટલાક ભાગોમાં હળવો વરસાદ ની શક્યતાઓ હવામાન વિભાગ દ્વારા દર્શાવવામાં આવી છે જેને લઇ મોડી સાંજના સમયે જિલ્લાના આકાશમાં વાદળો છવાયા હતા ઉનાળાની શરૂઆતમાંથી જ સતત વાતાવરણમાં સતત ઉતાર ચડાવ જોવા મળી રહ્યો છે જેના કારણે અવાર નવાર વાતાવરણમાં પલટાની સાથે તાપમાનમાં પણ વધઘટ જોવા મળી રહ્યું છે જેમાં શુક્રવારે ડીસા નું મહત્તમ તાપમાન માં બે ડિગ્રી ઘટાડો નોંધાયો હતો જોકે હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાતોના મતે મહિનામાં સખત ગરમી પડવાની પણ શક્યતાઓ રહેલી છે જેથી આગામી સમયમાં વાતાવરણના ફેરફાર સાથે પ્રજાજનોને ફરી એકવાર આકરી ગરમીનો પણ અહેસાસ થશે.

રાજ્યના કેટલાક ભાગોમાં છુટોછવાયો હળવો વરસાદ થયો: રાજ્યમાં સાયકોલોનીક સર્ક્યુલેશન સક્રિય થતા કેટલાક ભાગોમાં શુક્રવારના રોજ છૂટો છવાયો હળવો વરસાદ થયો હતો જેમાં આગામી સમયમાં પણ કેટલા જિલ્લાઓમાં પણ હળવો વરસાદ થવાની હવામાન વિભાગે આગાહી કરી છે.

બનાસકાંઠા જિલ્લામાં પણ છૂટો છવાયા સ્થળે હળવો વરસાદ થવાની આગાહી: બનાસકાંઠા જિલ્લામાં આકરી ગરમી વચ્ચે કેટલાક ભાગોમાં હળવો વરસાદ થવાની હવામાન વિભાગની આગાહી કરી છે ઉપરાંત ઉત્તર ગુજરાતના મહેસાણા સાબરકાંઠામાં પણ હળવો વરસાદ થઈ શકે છે જેના કારણે વાતાવરણમાં પણ પડતો આવતો જોવા મળી રહ્યો છે.

બપોરના સમયે આગ આંકતી ગરમીના કારણે રસ્તાઓ બન્યા સુમસામ: બનાસકાંઠા જિલ્લામાં કેટલા કેટલાક દિવસોથી તાપમાન નો પારો 40 ડિગ્રી ઉપર પહોંચી ગયો હતો જેના કારણે બપોરના સમયે તો આકાશમાંથી અગનગોળા વરસતા હતા જેના કારણે રસ્તાઓ પણ સુમસામ બની જવા પામી રહયા હતા.

ડીસાનું શુક્રવારે નોંધાયેલું તાપમાન

મહત્તમ તાપમાન 38 ડિગ્રી

લઘુતમ તાપમાન 25.1ડિગ્રી

વાતાવરણમાં ભેજનું પ્રમાણ 66 ટકા

પવનની ગતિ પ્રતિ કલાક 10 કીમિ


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.