માનસિક રીતે અસ્થિર વૃધ્ધ મહિલાનું તેમના ભત્રીજા સાથે મિલન કરાવી માનવતાનું અનોખું ઉદાહરણ પુરુ પાડ્યું

બનાસકાંઠા
બનાસકાંઠા

બનાસકાંઠા જિલ્લાના દિયોદર તાલુકાના જાડા ગામથી એક જાગૃત નાગરીક દ્વારા 181 અભયમ મહિલા હેલ્પ લાઈનનો સંપર્ક કરી અને જણાવેલ કે, એક અસ્થિર મગજના વૃદ્ધા જાડા ગામના હાઇવે ઉપર વાહન ચાલકોને પથ્થર મારી અપશબ્દો બોલી રહ્યા છે તો તેમને મદદની જરૂર છે.

181 અભયમની ટીમ ઘટના સ્થળે પહોંચી તે વૃદ્ધાને સમજાવી એક તરફ લઈ ગયેલા અને સ્થાનિકોની મદદથી 181 વાનમાં બેસાડી ત્યારબાદ તેમને ઘરનું સરનામું પૂછેલ તો મહિલા એ થોડું ઘણું સરનામું જણાવેલ કે સાસન ગામ ત્યારબાદ 181 ટીમ સાસન ગામ જઈ માણસોને પુછેલ કે, આમને ઓળખો છો તો તેમના ભત્રીજા મળ્યા અને જણાવેલ કે, આ મારી ફઈ છે જે દિયોદરના મુળુપૂરા ગામે સાસરે જતા હતા તેમના પતિ મરણ ગયેલ છે અને સંતાનમાં એક પુત્ર છે, મારા ફઈ અસ્થિર મગજના થઈ ગયેલ હોય જેથી રાખતો નથી જેથી છેલ્લા પંદર વર્ષથી મારા ફઈ અહીં પિયર જ રહે છે. ટીમ દ્વારા તેમના પુત્રને ફોન કરેલ અને કાઉન્સિલિંગ કરેલ અને પુત્રને તેમને માં ને ઘરે લઈ જઈ સેવા કરવા સમજાવેલ. જેથી પુત્ર માની ગયેલ અને હાલ તમે મારા મામા ના ઘરે તેમને સોંપો હું બહાર છું એટલે થોડા દિવસોમાં મારી માં ને લેવા આવીશ જેથી તે માજીને તેમના ભત્રીજાને સોંપેલ આમ બનાસકાંઠા જિલ્લાના દિયોદર તાલુકાના સાસન ગામના રહેવાસી અને માનસિક રીતે અસ્થિર વૃધ્ધ મહિલાનું તેમના ભત્રીજા સાથે મિલન કરાવી માનવતાનું અનોખું ઉદાહરણ પુરુ પાડ્યું છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.