ભાજપ માંથી રેખાબેન ચૌધરીએ ફોર્મ ભર્યું વિજય મુહર્તમાં ઉમેદવારી ફોર્મ ભરીને જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો

બનાસકાંઠા
બનાસકાંઠા

રાજ્યમાં સૌથી વધુ ચર્ચામાં રહેલી બનાસકાંઠા બેઠક પર ભાજપમાં ઉમેદવાર રેખાબેન ચૌધરી આજે પોતાનું નામાંકન પત્ર ભર્યું છે. રેખાબેન ચૌધરીએ સવારે પોતાના પરિવાર અને સમર્થકો સાથે પાલનપુરના કંથેરિયા હનુમાન દાદાના દર્શન કરી આશીર્વાદ મેળવ્યા હતા. ત્યારબાદ રેખાબેન ચૌધરીએ એક જાહેર સભાને સંબોધી હતી,અને તેમને જણાવ્યું હતું કે  મારે બનાસની ધરતી પર ગ્રીન હાઇડ્રોજન સેમી કંડકટર ની ફેક્ટરીઓ લાવવી છે. સ્કિલ ડેવલોપ મેન્ટ કરીને યુવાનોને રોજગારી આપવી છે.

આ સભામાં રાજસ્થાનના મુખ્યમંત્રી ભજનલાલ શર્માએ જણાવ્યું હતું કે ગુજરાતની જનતાઓ મૂડ જોઈને લાગી રહ્યું છે કે ગુજરાતમાં 26 માંથી 26અને રાજસ્થાનમાં 25માંથી 25 સીટો સાથે દેશમાં ભાજપની 400 પાર સીટ આવશે તેવું જણાવ્યું હતું. ભાજપના નેતાઓ અને સમર્થકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા, સભા પુરી થયા બાદ રેખાબેન રેલી સ્વરૂપે કલેકટર કચેરી પહોંચ્યા હતા. જ્યાં તેઓએ વિજય મુહર્તમાં ઉમેદવારી ફોર્મ ભરીને જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. આ કાર્યક્રમમાં ભાજપની સભામાં રાજસ્થાનના મુખ્યમંત્રી ભજનલાલ શર્મા, બળવંતસિંહ રાજપૂત, અલ્પેશ ઠાકોર અને ભાજપના મોટા નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.