લોકસભાં ચૂંટણીને લઈને : પાલનપુર શહેરમાં પોલીસ અને બીએસએફના જવાનો દ્વારા ફ્લેગ માર્ચ

બનાસકાંઠા
બનાસકાંઠા

બનાસકાંઠા લોકસભાં ચૂંટણીને લઈને જિલ્લામાં ઠેરઠેર ફ્લેગ માર્ચ યોજવામાં આવી રહી છે. ત્યારે  પાલનપુર શહેરમાં પશ્ચિમ પોલીસ અને BSF જવાનો દ્વારા શહેરના વિવિધ વિસ્તારમાં ફ્લેગ માર્ચ અને ફૂટ પેટ્રોલિંગ યોજવામાં આવ્યું હતું.

લોકસભા ચૂંટણીને લઇ વહીવટી તંત્ર તડામાર તૈયારીઓમાં લાગેલું છે. ત્યારે તંત્ર પણ લોકશાહીના આ અવસરને શાંતિપૂર્ણ માહોલ માં સંપન્ન કરવા સજ્જ બન્યું છે. બનાસકાંઠા જિલ્લાના ગામે ગામ અને તાલુકા દીઠ સો ટકા મતદાન કરાવવા વહીવટ તંત્ર અપીલ કરી રહ્યું છે. તો બીજી તરફ પોલીસ અને બીએસએફના જવાનો દ્વારા ફૂડ પેટ્રોલિંગ અને ફ્લેગ માર્ચ યોજવામાં આવી રહ્યા છે.

જેમાં પાલનપુર શહેર પશ્ચિમ પોલીસ સ્ટેશનના પીઆઇ આર બી ગોહિલ અને પોલીસ સ્ટાફ, BSF જવાનો દ્વારા ઢૂંઢીયાવાડી, કોજી ટાવર, નવા બસપોર્ટ, એરોમાં સર્કલ, આબુ હાઇવે સહિત પાલનપુરના અનેક વિસ્તાર માં 10 કિલોમીટર એરિયા માં ચાલીને ફ્લેગ માર્ચ અને ફૂટ પેટ્રોલિંગ યોજવામાં આવ્યું હતું.

આ અંગે પાલનપુર શહેર પશ્ચિમ પીઆઈ આર.બી.ગોહિલે જણાવ્યું હતું કે, આગામી લોક સભા ચૂંટણી અન્વયે પાલનપુર શહેર પશ્ચિમ પોલીસ સ્ટેશન ના પોલીસ સ્ટાફ તેમજ BSF ના જવાનો દ્વારા પશ્ચિમ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ફ્લેગ માર્ચ નું આયોજન કરવામાં આવ્યું હતું. શહેરના 10 કિલોમીટર જેટલાં એરિયા માં ચાલીને ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.