રમતા બાળકોને રેઢા મુકતા વાલીઓ માટે લાલબત્તી સમો બનાવ: પાલનપુરના ગણેશપુરામાં કારમાં બાળકનું રૂંધાઇ જતા મોત

બનાસકાંઠા
બનાસકાંઠા

પાલનપુરના ગણેશપુરામાં વાલી ઓ માટે લાલબત્તી સમી ઘટના સામે આવી છે. જેમાં રમતા રમતા 5 વર્ષનો બાળક કારમાં બેસી ગયો હતો. જોકે, કાર લોક થઈ જતા 5 વર્ષ ના બાળકનું રૂંધાઇ જતા મોત નીપજ્યું હતું.

પાલનપુરના ગણેશપુરામાં ભાડાના મકાનમાં રહેતા મનીષા બહેન પતિ સાથેથી છૂટ્યા છેડા લઈને પોતાના પપ્પા જોડે રહેતા હતા. ગતરોજ તેમનો પાંચ વર્ષનો દીકરો નિક્ષિક નીરવભાઈ દવે બહાર રમતો હતો. ત્યારે ડેરીની સામે બે વર્ષથી બંધ પડેલી ગાડીમાં જઈને બેસી ગયો હતો. બાદમાં દરવાજો લોક થતા ખુલ્યો ન હતો. દરમિયાન, તેની માતા સાથે આજુ બાજુના લોકો શોધતા હતા. ત્યારે કોઈકની નજર ગાડી પર પડી અને બધાએ ગાડી માં જઈને જોયું તો બાળક અંદર પડ્યો હતો. જેને તાત્કાલીક પાલનપુર સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.જ્યાં ફરજ પરના ડોક્ટરે તેને મૃત જાહેર કર્યા હતો તેવુ સ્થાનિક બળદેવ ભાઈ રબારીએ જણાવ્યું હતું.

જોકે, પોતાના રમતા બાળકોને રેઢા મુકનાર વાલીઓ માટે આ ઘટના લાલબત્તી સમાન છે. બાળકો રમતા રમતા ક્યાં જાય છે? મોડે સુધી કેમ પરત ન આવ્યા તેની દરકાર ન રાખતા પરિવાર માટે આ ઘટના બોધપાઠ રૂપ પુરવાર થઇ છે. ત્યારે નાના ભૂલકા ઓના વાલીઓને તકેદારી રાખવા પડોશી સોનલબેન દેસાઈએ અનુરોધ કર્યો હતો. જોકે, પોતાના એકના એક દીકરા ને ગુમાવનાર પરિવાર સહિત સમગ્ર પંથકમાં ગમગીની છવાઈ ગઈ છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.