પાલનપુરમાં યુવક સાથે ઓન લાઈન છેતરપિંડીની રાવ

બનાસકાંઠા
બનાસકાંઠા

યુવકે મોબાઇલમાં આવતી ગેમ્સની એપ્લીકેશનમાં એલાઉ આપતા સમગ્ર ડેટા સામેવાળા વ્યક્તિ પાસે પહોંચી ગયો

યુવક પાસે રૂ.15000 અને 10,000ની માગણી કરી ન્યૂડ ફોટા વાયરલ કરવાની ધમકી આપતા ફરિયાદ

પાલનપુર શહેરમાં રહેતો એક યુવક મોબાઇલમાં ગેમ્સની એપ્લિકેશન ડાઉનલોડ કરતા તેની સાથે ઓનલાઇન છેતરપિંડી થઈ હતી. જેથી યુવકે આ અંગે સાયબર ક્રાઇમમાં જાણ કરી ફરિયાદ કરી હતી.

મોબાઇલમાં ઓનલાઇન જુદી જુદી એપ્લિકેશન આવતી હોય છે. જેમાં કેટલીક વખત આપણે જાણે-અજાણે તે એપ્લિકેશનો ડાઉનલોડ કરી દેતા હોય છે. જેમાં એપ્લિકેશનનો ડાઉનલોડ થયા બાદ આપણા મોબાઈલનો સંપૂર્ણ ડેટા સામેવાળી વ્યક્તિ પાસે જાય છે અને ત્યારબાદ તે આપણા ડેટાઓનો દુરુપયોગ કરતો હોય છે. તેમજ નાણાં પડાવવાની ધમકી આપતા હોય છે. તે જ રીતે પાલનપુરના એક યુવકે ગેમ્સમાં એક એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટે એલાઉડનું ઓપ્સન આવતા યુવકે એલાઉડ આપી દેતા તે એપ્લિકેશન યુવકના મોબાઇલમાં ડાઉનલોડ થઈ ગઈ હતી.

દરમિયાન, યુવકના મોબાઇલનો સમગ્ર ડેટા સામેવાળા વ્યક્તિ પાસે ચાલ્યો ગયો હતો તેમજ ગેલેરી ના ફોટા અને નંબરો પણ તેની પાસે જતા રહેતા સામેથી યુવક ઉપર ફોન આવ્યો હતો અને કહેલ કે તમે રૂ.15,000 આપો નહીં તો તમારા ન્યૂડ ફોટા બધાને મોકલી દઈશું. જેથી યુવકે આપવાની ના પાડતા તેમનો એક ન્યુડ ફોટો તેમના નજીકની એક વ્યક્તિને મોકલ્યો હતો. ત્યારબાદ ફરી ફોન કરી કહેલ કે 10,000 રૂપિયા આપો નહીં તો તમારા ન્યૂડ ફોટા તમારા સગા સંબંધીઓને મોકલી દેવાની ધમકીઓ આપી હતી. જેથી યુવકે તાબડતોડ સાયબર ક્રાઇમનો સહારો લઈ સાઇબર ક્રાઇમમાં જઈ જાણ કરતા સાયબર ક્રાઇમની સૂચના મુજબ તે એપ્લિકેશન ડીલીટ કરી દેવામાં આવી હતી. તેમજ તે નંબર પણ બ્લોક કરી દેવામાં આવ્યો હતો.

આ કિસ્સાને જોતા લોકોએ શીખ લેવાની જરૂર છે કે, કોઈપણ અજાણી એપ્લિકેશન પોતાના મોબાઈલમાં ડાઉનલોડ કરવી ન જોઈએ જેના કારણે પાછળથી પસ્તાવાનો વારો ન આવે અને મહેનતની કમાણી ને લૂંટતા બચાવી શકાય છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.