ડીસામાં ખાણીપીણીની ચીજો વેચતા ૩૬૪ સ્થળોએ આકસ્મિક તપાસણી

બનાસકાંઠા
બનાસકાંઠા

ડીસામાં વધી રહેલા રોગચાળાને ડામવા માટે તંત્રે કવાયત હાથ ધરી હતી.જેમાં આરોગ્ય વિભાગ, નગર પાલિકા અને પોલીસની ટીમોએ સંયુક્ત રીતે દરોડા પાડી શહેરમાં ગંદકી અને હલકી ગુણવત્તાવાળી ચીજ વસ્તુઓ વેચતા વેપારીઓ સામે કાર્યવાહી હાથ ધરી હતી.
છેલ્લા ઘણા સમયથી વાયરલ ફીવરના કેસોમાં ખૂબ જ વધારો થયો છે અને આ વધી રહેલા રોગચાળાને અટકાવવા માટે તંત્ર સાબદુ બન્યું છે. જેમાં આજે ડીસામાં આરોગ્ય વિભાગ, નગરપાલિકા અને પોલીસની ટીમોએ સાથે કામગીરી હાથ ધરી શહેરમાં વોર્ડ વાઇઝ સઘન ચેકીંગ હાથ ધર્યું હતું.જેમાં નાસ્તાની લારીઓ, હોટેલ, ઠંડા પીણા, બરફની ફેક્ટરીઓ, શેરડીના કોલા અને પાર્લર પર દોરડા પાડ્યા હતા, તેમજ પાણીનો ભરાવો થઈ પોરા થતાં હોય, ગંદકી હોય કે હલકી ગુણવત્તાવાળી ચીજ વસ્તુઓનું વેચાણ કરતા હોય તેવા વેપારીઓ સામે કડક કાર્યવાહી હાથ ધરી હતી. દિવસ દરમ્યાન શહેરમાં અલગ અલગ ટીમો થકી કુલ ૩૬૪ જેટલી જગ્યાએ તપાસ કરી હલકી ગુણવત્તાવાળી ખાણીપીણીની ચીજ વસ્તુઓ મળી આવતા તેનો નાશ કર્યો હતો અને વેપારીઓને દંડ ફટકાર્યો હતો અને બીજી વાર આવી ભૂલ ન કરે તે માટે કડક સૂચના પણ આપવામાં આવી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.