રાજકોટ અગ્નિકાંડનો આરોપી આબુરોડથી ઝડપાયો: બનાસકાંઠા એલસીબી પોલીસે આરોપીને ઝડપી લીધો

બનાસકાંઠા
બનાસકાંઠા

બનાસકાંઠા જિલ્લા એલસીબી પોલીસે રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડના આરોપીને ઝડપી પાડ્યો છે. રાજસ્થાનના આબુરોડ માં આરોપી ધવલ ઠક્કર હોવાની બાતમી એલસીબી પોલીસ બનાસકાંઠા અને રાજકોટ પોલીસને મળતા પોલીસે વોચ રાખી તેને આબુરોડ થી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

રાજકોટમાં ગેમ ઝોનમાં અગ્નિકાંડ માં કેટલાય લોકોના જીવ હોમાયા હતા. જે ગેમ ઝોનના કેટલાક આરોપીઓને પોલીસે રાજકોટ માંથી જ ઝડપી પાડ્યા હતા. પરંતુ કેટલાક આરોપીઓ ત્યાંથી નાસી છૂટ્યા હતા. જેમાંથી એક આરોપી ધવલ ઠક્કર નામનો વ્યક્તિ રાજકોટથી નાસી છૂટી રાજસ્થાન રાજ્યમાં આવેલ આબુરોડમાં સંતાયો હતો. જેની બાતમી બનાસકાંઠા એલસીબી પોલીસ અને રાજકોટ પોલીસને મળી હતી.

બનાસકાંઠા એલસીબી પોલીસ અને રાજકોટ પોલીસ ટીમો બનાવી રાજસ્થાન ખાતે મોકલી હતી. જેમાં રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડના આરોપી એલસીબી પોલીસને આબુરોડમાં દેખાઈ આવતા તેને કોર્ડન કરી ઝડપી પાડ્યો હતો. રાજસ્થાન આબુરોડ થી આરોપી ધવલ ઠક્કરને પાલનપુર એસપી કચેરી લાવી રાજકોટ પોલીસને સોંપવા ની તજવીજ હાથ ધરી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.