પુરુસોત્તમ રૂપાલા નાં વિવાદાસ્પદ નિવેદન મામાલે : ડીસામાં ક્ષત્રિય જાગીરદાર સમાજ દ્વારા આવેદનપત્ર આપી વિરોધ

બનાસકાંઠા
બનાસકાંઠા

પુરુસોત્તમ રૂપાલા નાં વિવાદાસ્પદ નિવેદન મામાલે વિરોધ: લોકસભાની રાજકોટ બઠક પર ભાજપના ઉમેદવાર જાહેર થયેલા કેન્દ્રીય મંત્રી પરશોત્તમ રૂપાલાના વિવાદાસ્પદ નિવેદનના કારણે રાજ્યભરમાં ક્ષત્રિય સમાજમાં રોષ ફેલાયો છે. ત્યારે આજે ડીસામાં પણ ક્ષત્રિય જાગીદાર સમાજના લોકોએ નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપી પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ કરી છે.

લોકસભા ચૂંટણી નજીક આવી રહી છે, ત્યારે રાજકીય પક્ષો દ્વારા પ્રચાર-પ્રસાર શરૂ કરી દેવાયો છે. ત્યારે હવે રાજકોટ બેઠક પરથી ચૂંટણી લડનારા પરશોત્તમ રૂપાલા વિવાદમાં આવ્યા છે. પરશોત્તમ રૂપાલાનો એક કથિત વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. અનુસૂચિત જાતિ સમુદાયના એક કાર્યક્રમમાં રજવાડાઓ અંગે બોલતા સમયે તેમની જીભ લપસી હતી. જેમાં તેમણે ક્ષત્રિય સમાજ અંગે વિવાદાસ્પદ નિવેદન કર્યું હતું.આ નિવેદનના કારણે ક્ષત્રિય સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. જો કે, વિવાદ વકરતા પરશોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજની માફી પણ માંગી છે તેમ છતાં પણ હજુ ક્ષત્રિય સમાજમા પુરષોત્તમ રૂપાલાને લઇ ભારે રોષ જોવા મળી રહ્યો છે.

જે અંતર્ગત આજે બનાસકાંઠાના ડીસામાં જાગીરદાર ક્ષત્રિય સમાજના લોકોએ પણ રૂપાલાના નિવેદન સામે ભારે રોષ ઠાલવ્યો હતો. ક્ષત્રિય સમાજના આગેવાનોએ આજે ત્રણ હનુમાન મંદિરથી રેલી સ્વરૂપે નાયબ કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા અને નાયબ કલેક્ટર નેહા પંચાલને આવેદનપત્ર આપી રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગણી સરકાર સુધી પહોંચાડવા માટે રજૂઆત કરી છે. ક્ષત્રિય જાગીદાર સમાજના આગેવાનોની માંગ છે કે પુરુષોત્તમ રૂપાલાની લોકસભાની ટિકિટ રદ કરવામાં નહિ આવે તો પાર્ટીને પણ મોટું નુકસાન સહન કરવું પડશે તેવી ચીમકી ઉચ્ચારી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.