![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2024/03/સાબરકાંઠા-જિલ્લામાં-આવતી-કાલે-01-hed.jpg)
આવતી કાલે શરૂ થનાર ધોરણ 10 અને 12 ની બોર્ડની પરીક્ષાની પૂર્વ તૈયારીઓ પૂર્ણ
સાબરકાંઠા જિલ્લામાં આવતી કાલે શરૂ થનાર ધોરણ 10 અને 12 ની બોર્ડની પરીક્ષાની પૂર્વ તૈયારીઓ પૂર્ણ કરી દેવાઈ છે ત્યારે સીસીટીવી કેમેરા, પોલીસ બંદોબસ્ત અને સ્થાનિક તથા બોર્ડના અધિકારીઓની સ્કોર્ડની દેખરેખ હેઠળ પરીક્ષા લેવાશે.વિધાર્થીઓ સ્વસ્થ્ય,સુયોગ્ય વાતાવરણમાં પરીક્ષા આપી શકે તે માટે જિલ્લાના વહીવટી તંત્રએ પણ કમરકસી છે.તો પરીક્ષાનું સુચારુ આયોજન માટે જિલ્લામાં નવતર પ્રયોગ કરીને 142 પરીક્ષા કેન્દ્રોના સંવાહકોને બીજા કેન્દ્રોમાં બદલવામાં આવ્યા છે.
સાબરકાંઠા જિલ્લામાં ધોરણ 10 ની પરીક્ષા હિંમતનગર અને ઇડર એમ બે ઝોન ખાતે યોજાશે. તેમજ ધોરણ 12 ની બોર્ડની પરીક્ષા હિંમતનગર ઝોન ખાતે યોજાશે.ધોરણ 10 ની બોર્ડની પરીક્ષા કુલ 38 કેન્દ્રો અને 82 સ્થળે યોજાશે. તેમજ 869 બ્લોકમાં કુલ 24268 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે.જેમાં હિંમતનગર ઝોન ખાતે કુલ 17 કેન્દ્રોની 40 બિલ્ડીંગમાં પરીક્ષા યોજાશે. તેમજ 426 બ્લોકમાં કુલ 11890 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. તેમજ ઇડર ઝોનમાં 21 કેન્દ્રોની 42 બિલ્ડીંગમાં કુલ 12378 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. ધોરણ 12 સામાન્ય પ્રવાહની પરીક્ષા 20 કેન્દ્રોના 42 બિલ્ડીંગ ખાતે યોજાશે.તેમજ 421 બ્લોકમાં કુલ 12423 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે.ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા છ કેન્દ્રોની 17 બિલ્ડીંગમાં પરીક્ષા યોજાશે. તેમજ 168 બ્લોકમાં કુલ 3227 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે.
આ અંગે સાબરકાંઠા જિલ્લા શિક્ષણાધિકારી મિતાબેન ગઢવીએ ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે, આવતીકાલથી સાબરકાંઠા જિલ્લામાં ધો 10,12 ની સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા શરૂ થશે. ત્યારે પરીક્ષાનું શુદ્ધિકરણ અને સુચારુ આયોજન સાથે ગેરરીતિ અટકે માટે એક નવો પ્રયોગ કરવામાં આવ્યો છે. જેમાં ધો 12 સામાન્ય પ્રવાહ 42, વિજ્ઞાન પ્રવાહ 17 અને ધો 10માં હિંમતનગર ઝોનના 40, ઇડર ઝોનના 43 સહિત 142 પરીક્ષા કેન્દ્રો પરના સંચાલકોના અલગ અલગ કેન્દ્રો પર મુકવામાં આવ્યા છે. આવતીકાલે ધો 10 અને 12 ની પરીક્ષાનો પ્રારંભ થશે. જેને લઈને કેન્દ્રો પર બ્લોકમાં બેઠક નંબર લખી દેવામાં આવ્યા છે. જેને લઈને આજે તમામ પરીક્ષા કેન્દ્રો ખુલ્લા રહેશે. જેથી વિધાર્થી તેની બેઠક વ્યવસ્થા જોઈ શકશે.