ડીસા ખાતે ગોપાલ સેના દ્વારા પ્રાર્થના સભા બ્લડ ડોનેશન અને ફ્રી નિદાન સેવા કેમ્પ યોજાયો

બનાસકાંઠા
બનાસકાંઠા

બ્લડ ડોનેશન કેમ્પ માં ૨૦ થી વધુ દીકરીઓ સહિત ૩૨૧ લોકો એ બ્લડ ડોનેટ કર્યું

ડીસા અને પાલનપુરના નામાંકિત ડોક્ટરોએ હાજરી આપી ફ્રી નિદાન સેવા કેમ્પ માં લાભ આપ્યો

રાજકીય સામાજિક આગેવાનો સહિત મોટી સંખ્યામાં સમાજ ના ભાઈ બહેનો એ હાજરી આપી: ડીસા ખાતે ગોપાલ રબારી સમાજ સેવા સંગઠન ગોપાલ સેના ના અધ્યક્ષ નરસિંહભાઈ દેસાઈ ના માર્ગદર્શન હેઠળ ગોપાલક છાત્રાલય ડીસા ખાતે  પ્રાર્થના સભા અને બ્લડ ડોનેશન કેમ્પ અને ફ્રી નિદાન સેવા કેમ્પ યોજાઇ ગયો જેમાં 321 લોકો એ બ્લડ ડોનેટ કરી સમાજ માં રક્તદાન માટે મોટી પહેલ કરી છે

બ્લડ ડોનેશન કરતા રક્તદાતાઓ ને પ્રોત્સાહિત કરી શુભેચ્છાઓ પાઠવી હતી તેમજ આ કેમ્પમાં ડીસા અને પાલનપુરના જાણીતા નિષ્ણાત ડોક્ટરો પી એલ દેસાઇ, ડો ક્રિષ્ણા દેસાઈ, ડો માયારામ દેસાઈ,ડો મિલન પટેલ,ડો ચેતન પંચાલ,ડો કેશર ગઢવી,ડો ચિરાગ મોદી,ડો કૌશલ સિસોદિયા સહિત ની ડોક્ટરોની ટીમ ઉપસ્થિત રહી દર્દીઓને ફ્રી નિદાન સાથે માર્ગદર્શન આપ્યું હતું જ્યારે ગાયત્રી વોલન્ટરી બ્લડ બેન્ક, સંકલ્પ વોલન્ટરી બ્લડ સેન્ટર, ભણસાલી ટ્રસ્ટ બ્લડ સેન્ટર અને બનાસ મેડિકલ બ્લડ બેંકના સંયુક્ત ઉપક્રમે મેગા બ્લડ ડોનેશન કેમ્પના આયોજન માં રબારી સમાજની 20 દીકરીઓની સાથે 321 દાતાઓએ રક્તદાન આપી સમાજમાં એક અનોખી રક્તદાન ની પહેલ કરી હતી આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા વિવિધ ડોક્ટરોની ટીમ બ્લડ બેન્કના સ્ટાફ કર્મચારીઓ સહિત ગોપાલ સેવા સંગઠનના સદસ્યોએ ભારે જહેમત ઉઠાવી હતી.

પાલનપુર ના નામાંકિત તબીબ દ્વારા 91 મી વાર રક્તદાન કર્યું: રક્તદાન એ મહાદાન છે ત્યારે પાલનપુરના જાણીતા તબીબ ડો પી એલ દેસાઇ એ ગોપાલક છાત્રાલય ખાતે યોજાયેલા બ્લડ ડોનેશનમાં 91 મી વાર બ્લડ ડોનેટ કર્યું હતું અને રક્તદાન એજ મહાદાન છે એ સાર્થક કરી બતાવ્યું છે.

રબારી સમાજની દીકરીઓ પણ બ્લડ ડોનેટ કરવા આગળ આવી: વર્ષો પહેલા રબારી સમાજમાં બ્લડ ડોનેટ કરવું ખૂબ જ અઘરું હતું પરંતુ સામાજિક ક્રાંતિ અને લોકોમાં જાગૃતિ આવતાં આજે પુરુષો સહિત બહેનો પણ બ્લડ ડોનેશન કરવા આગળ આવી રહી છે જેમાં ગોપાલક છાત્રાલય ખાતે યોજાયેલા બ્લડ ડોનેશન કેમ્પમાં 20 દીકરીઓએ બ્લડ ડોનેશન કરી અન્ય દીકરીઓ માટે પણ એક ઉદાહરણ બની છે


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.