ધાનેરા રેલવે પુલની બાજુમાં સર્વિસ રોડ ઉપર ઠેર ઠેર ખાડા પડ્યા : જ્યારે અડધા એમના એમ

બનાસકાંઠા
બનાસકાંઠા

ધાનેરા રેલવે પુલની બાજુમાં સર્વિસ રોડ ઉપર ઠેર ઠેર ખાડા પડ્યા હતા. જે પુરવામાં નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા વેઠ વાળવામાં આવી છે. અડધા ખાડા પુરાયા છે. જ્યારે અડધા એમના એમ જ રાખવામાં આવતાં વાહન ચાલકોને હાલાકી પડી રહી છે.

ધાનેરા રેલવે પુલની બાજુમાં સર્વિસ રોડ ઉપર ઠેર ઠેર ખાડા પડ્યા હતા. જે પુરવામાં નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા વેઠ વાળવામાં આવી છે. આ અંગે સ્થાનિક રહિશોએ આક્રોશ પૂર્વક જણાવ્યું હતુ કે, નજીકની હાઈસ્કૂલ તેમજ શાળાના માર્ગે જ ખાડા હોવાથી બાળકોને બહુ મુશ્કેલી પડે છે. સર્વિસ રોડ ઉપર ખાડા અડધા પુરવામાં આવ્યા નથી ત્યારે છેલ્લા બે થી ત્રણ માસમાં કેટલો ખર્ચ ઉધારવામાં આવ્યો છે. તેની પણ તપાસ કરવામાં આવે તેવી માંગ છે.

વધુમાં આ સર્વિસ રોડ કરવા માટે વારંવાર રજૂઆતો કરવામાં આવી છે રોડ સાહેબને માલિકીની દુકાનોને તોડી પાડવા માટે વિનંતી કરતા જાતે રોડ પોળો કર્યો છતાં આ સર્વિસ રોડ થતો નથી જ્યારે તંત્ર એમ કહે છે કે અમે મંજૂરી માંગી છે શું રોડ પહોળો કરવો તે વખતે મંજૂરી માગી ન હતી કે પછી પ્રજાને ગુમરાહ કરવામાં નેશનલ આવ્યો ઓથોરિટી નંબર વન જે તે સમયે શું સર્વે કર્યો હતો કે વારંવાર ડિઝાઇન બદલવી પડી.

આ વિસ્તારના લોકોને કોઈ ન્યાય અપાવશે ખરા અહીં દવાખાના વધુમાં આવેલા છે. લોકોને જણાવવામાં તકલીફ પડે છે ડિલિવરી વાળી બહેનો ને વગર દવાખાને જાય ડીલેવરી થાય તેવી પરિસ્થિતિ ગુજરાત રાજ્ય સંવર્ધનથી મોદી સાહેબ આજે ડીસા આવેલ છે તો તેઓ આ વાત સાંભળે એવી પ્રજાની માંગ છે


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.