પર્યાવરણ જાળવણીનું જતન કરવાના સંદેશ સાથે બનાસકાંઠાનો પોલીસ જવાન ભારત ભ્રમણની યાત્રાએ

બનાસકાંઠા
બનાસકાંઠા

પાલનપુરના પોલીસ જવાનનું ચાર ધામ અને બાર જ્યોતિર્લિંગની યાત્રાએ જવા પ્રસ્થાન

સાયકલ પર 22 રાજયમાં 16 હજાર કિમીનું અંતર કાપી ભારત ભ્રમણની યાત્રા કરી પરત ફરશે: પાલનપુર ખાતે છેલ્લા 14 વર્ષથી જિલ્લા પોલીસ વડાની ગાડી ચલાવતો પોલીસ જવાન લોકોને પર્યાવરણનું જતન કરવા તેમજ વધુમાં વધુ વૃક્ષો વાવી તેનો ઉછેર કરવાનો સંદેશો આપવા સાયકલ પર ચાર ધામ અને બાર જ્યોતિર્લિંગની યાત્રાએ જવા પોલીસ હેડ ક્વાર્ટર ખાતેથી પ્રસ્થાન કરતા તેને પોલીસ સ્ટાફ અને અધિકારીઓ દ્વારા મંગલ યાત્રાની શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.

હિન્દુ ધર્મમાં ચાર ધામ અને બાર જ્યોતિર્લિંગની યાત્રાનું વિશેષ ધાર્મિક મહત્વ રહેલું હોઇ પોલીસ વિભાગમાં છેલ્લા 17 વર્ષથી અને 14 વર્ષથી પાલનપુર ખાતે જિલ્લા પોલીસ વડાની ગાડી ચલાવતા વડગામ તાલુકાના જલોત્રા ગામના પોલીસ જવાન સંજયગીરી ભીખાગીરી ગોસ્વામીએ વર્તમાન સમયમાં વધતી જતી ગ્લોબલ વોર્મિંગની સમસ્યાના નિવારણ માટે લોકોમાં પર્યાવરણને બચવવાનો સંદેશો આપવા ચાર ધામ ગંગોત્રી,યમનોત્રી, બદ્રીનાથ અને કેદારનાથ તેમજ ભારત અને નેપાળમાં આવેલ બાર જ્યોતિર્લિંગની સાયકલ પર યાત્રાએ જવા પ્રસ્થાન કર્યું છે.

દેશમાં 16 હજાર કિલોમીટરનું અંતર કાપી 22 રાજ્યમાં આવેલ ધાર્મિક સ્થળોની મુલાકાત લઈ લોકોને પર્યાવરણનું જતન કરવા સાયકલ ચલાવી ઇંધણ બચાવવા તેમજ પોલીસના સેવા,સુરક્ષા અને શાંતિનો સંદેશો આપવામાં આવશે જોકે એક વર્ષની આ યાત્રાએ નીકળેલ પોલીસ જવાન લોકોનું આરોગ્ય સુખાકારી જળવાઇ રહે તે માટે હોટલ કે બહાર જમવાનું ટાળી જાતે જ જમવાનું બનાવવા માટે સામાન પણ સાથે લઈ જતા પાલનપુર પોલીસ હેડ ક્વાર્ટર ખાતે પોલીસ સ્ટાફ અને અધિકારીઓએ તેમની આ ભારત ભ્રમણની યાત્રા શુભમય બની રહે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી.

પોલીસ જવાને દર પૂનમે 120 કિમીની સાયકલ યાત્રા કરી : પર્યાવરણ બચાવવાનો સંદેશો આપવા માટે દેશમાં 1600 કિમીની સાયકલ યાત્રા પર નીકળેલ પોલીસ જવાન સંજયગીરી ગોસ્વામી છેલ્લા દોઢ વર્ષથી દર પૂનમે સાયકલ પર અંબાજીની 120 કિલોમીટરની યાત્રા કરે છે અને આ ચાર ધામ તેમજ બાર જ્યોતિર્લિંગની યાત્રામાં દિવસમાં 80 થી 100 કિલોમીટરની સાયકલ પર યાત્રા કરી એક વર્ષે પરત ફરશે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.