![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2024/04/પાંથાવાડા-hed.jpg)
પાંથાવાડા : વેરી હંગામી ચેક પોસ્ટ પર થી ગેર કાયદેસર રીતે રૂપિયા ૪૭ હજાર થી વધુ નો વિદેશી દારૂ ઝડપાયો
લોકસભાની ચૂંટણી ને લઈ વિસ્તાર મા કોઈ અનિચ્છનિય ઘટના ન બને અને કેફી દ્રવ્યો ની હેરાફેરી અટકાવવા સરહદી વિસ્તારો મા ઠેર ઠેર હંગામી ચેક પોસ્ટ ઉભી કરી ચાંપતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે ત્યારે બાતમી હકીકત આધારે પાંથાવાડા પોલીસ મથક વિસ્તાર ની સોડાલ વેરી હંગામી ચેક પોસ્ટ પર રાજ્સ્થાન તરફ થી આવતી મહિન્દ્રા કંપની ની જીપ ગાડી ની તલાશી કરતાં ગેર કાયદેસર રીતે ભારતીય બનાવટ ની વિદેશી દારૂની ૯૫ નંગ બોટલ મળી આવી હતી. પાંથાવાડા પોલિસે મુદ્દામાલ કબ્જે કરી ગાડી ચાલક અર્જુનસિંહ ચેનસિંહ સોઢા રહે. ધાનસા. તા. ભીનમાલ. જી.ઝાલોર રાજ્સ્થાન ના ઈસમ સામે પ્રોહીબિસન વિરૂદ્ધ ગુન્હો નોંધી આગળ ની કાર્યવાહી હાથ ધરી છે.