પાલનપુર ધારાસભ્યે થરાદમા 181 અભયમ રેસ્ક્યુ વાનનુ લોકાર્પણ કર્યું

બનાસકાંઠા
બનાસકાંઠા

ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ ગાંધીનગર તેમજ ગૃહ વિભાગ તરફથી અભયમ 181 મહિલા હેલ્પલાઈનનું બનાસકાંઠાના થરાદ ખાતે લોકાર્પણ કરવામા આવ્યું હતું.જેના કારણે જીલ્લાના દુર્ગમ અને અંતરિયાળ વિસ્તારની પીડીત મહિલાઓને અભયમ દ્વારા ત્વરિત મદદ,માર્ગદર્શન તેમજ બચાવની ઝડપી કામગીરી બનશે અને ઓછાં સમયમા મહિલાઓને જરૂરી મદદ પહોંચાડવામા સુગમતા રહેશે.આમ પાલનપુર એસ.પી ઓફિસ ખાતે એસ.પી અક્ષયરાજ મકવાણા તેમજ ધારસભ્ય અનિકેતભાઈ ઠાકર દ્વારા કી -ચાવી આપવામા આવી હતી.જેમા દહેજ પ્રતિબંધ અધિકારી રમીલાબેન તથા 181 અભયમ મહિલા હેલ્પલાઇન તેમજ પ્રોજેક્ટ કો-ઓર્ડિનેટર ફાલ્ગુનીબેન પટેલે ઉપસ્થિત રહી સમગ્ર કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.બનાસકાંઠા જિલ્લામાં વર્ષ 2021-22 દરમિયાન 4592 જ્યારે વર્ષ 2022-23માં 4719 પીડીત મહિલાઓના કોલ આવ્યાં હતા.જેમાંથી અનુક્રમે 697 અને 650 જેટલાં મહિલાઓને મુશ્કેલીના સમયે સ્થળ પર પહોચી મદદ,માર્ગદર્શન અને બચાવ કરેલ છે.આ ઉપરાંત અભયમ ટીમ દ્વારા સરકારની મહીલાલક્ષી યોજનાઓ,કન્યા કેળવણી,બાળલગ્ન અને વહેમ નાબૂદી વગેરેમાં પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતુ.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.