અંબાજીના કુંભારિયા ગ્રુપ ગ્રામ પંચાયત ખાતે લોક દરબારનું આયોજન

બનાસકાંઠા
બનાસકાંઠા

અંબાજી ખાતે અંબાજી વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ સતત કાર્યશીલ હોય છે. બનાસકાંઠા જિલ્લા પોલીસ સાથે અંબાજી પોલીસ સ્ટાફની સુંદર કામગીરી અવાર નવાર જોવા મળતી હોય છે. જ્યારે અંબાજી આજુબાજુના અનેક નાના-મોટા ગામોમાં પણ પોલીસ સરાહનીય કામગીરી જોવા મળતી હોય છે. જ્યારે અંબાજીથી એક કિલોમીટર દૂર કુંભારિયા ગ્રુપ ગ્રામ પંચાયતમાં પોલીસ દ્વારા લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું.


આ લોક દરબાર કાર્યક્રમમાં બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા, અક્ષયરાજ મકવાણા ડીવાયએસપી જીગ્નેશ ગામીત અને અંબાજી પોલીસ ઇન્સ્પેક્ટર જીઆર રબારી હાજર રહ્યા હતા. તેમની હાજરીમાં ગામ લોકોને માહિતી આપવામાં આવી હતી. કુંભારિયા ગ્રુપ ગ્રામ પંચાયતના કોટેશ્વર અને ચીખલા વિસ્તાર ફોરેસ્ટ વિભાગમાં આવે છે. તેને લઈને પ્રાથમિક સુવિધા લાઈટની મળતી નથી. જે રજૂઆત જિલ્લા પોલીસ વડાને કરવામાં આવી હતી.જે બાબતે જિલ્લા પોલીસ વડા અક્ષય રાજ મકવાણાએ પણ તેમની રજૂઆતો સાંભળી અને સત્વરે પ્રશ્નોનો નિકાલ આવે તેવા પ્રયાસો કરવા ખાતરી આપી હતી. કાર્યક્રમની શરૂઆત પહેલા લોકોએ તેમનું સ્વાગત કર્યું હતું અને બનાસકાંઠા જિલ્લા પોલીસ વડાનું ગ્રામ પંચાયતના સરપંચ ગોવાભાઈ ડુંગાઈશાએ શાલ ઓઢાડી સ્વાગત કર્યું હતું.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.