વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે NICU ઓન વ્હીલ્સનું લોકાર્પણ

બનાસકાંઠા
બનાસકાંઠા

સરહદી વિસ્તારમાં વધુ એક આરોગ્ય સુવિધા:વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીના હસ્તે NICU ઓન વ્હીલ્સનું લોકાર્પણ કરાયું નવજાત અને નાના બાળકો માટે આશીર્વાદ બનશે સરહદી વિસ્તારમાં આરોગ્ય સુવિધા વધે એ માટે વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી સતત પ્રયાસો કરી રહ્યા છે. થોડા દિવસો અગાઉ થરાદ ખાતે જિલ્લાની સરકારી હોસ્પિટલનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. જ્યારે આજે UGVCLના CSR ફંડમાંથી થરાદ સરકારી હોસ્પિટલને 60 લાખના ખર્ચે તૈયાર થયેલ NICU ઓન વ્હીલ્સની નવી ભેટ મળી છે. જેનું અધ્યક્ષ શંકર ચૌધરીના હસ્તે આજે લોકર્પણ કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ જણાવ્યું કે, બાળ મૃત્યુ દર ઘટાડી શકાય એ માટે ખાસ કરીને નાના તાજા જન્મેલા બાળકને આઈ.સી.યુની જરૂર પડતી હોય છે. બીજી હોસ્પિટલમાં બાળકોને જ્યારે રીફર કરવાના હોય ત્યારે નાના બાળકો માટેનું આઈ.સી.યુ. ઓન વહીલ્સે બનાસકાંઠા જિલ્લામાં થરાદથી શરૂ થવા જઈ રહ્યું છે. યુ.જી.વી સી.એલના CSR ફંડમાંથી 60 લાખના ખર્ચે બનાસકાંઠા આરોગ્ય વિભાગને આ સુવિધા આપવામાં આવી છે. આ સુવિધા સરહદી વિસ્તારના નવજાત અને નાના બાળકો માટે આશીર્વાદ બની રહેશે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.