ગુજરાત સહિત બનાસકાંઠા જિલ્લામાં ફરીએકવાર માવઠાની આગાહી કરવામાં આવી

બનાસકાંઠા
બનાસકાંઠા

બનાસકાંઠા જિલ્લામાં ફરી એક વખત ચિંતા ના વાદળો ઘેરાયા હવામાંન વિભાગ દ્વારા 1 અને 2 માર્ચ દરમિયાન વરસાદની આગાહી ખેડૂતોની ચિંતામાં વધારો બનાસકાંઠા જિલ્લામાં આગા્મી 1 અને 2 માર્ચ દરમિયાન માવઠાની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહીના પગલે ડિઝાસ્ટર વિભાગ દ્વારા ખેડૂતો અને માર્કેટીંગ યાર્ડને એલર્ટ કરવામાં આવ્યા છે. સંભવિત માવઠાના પગલે ખુલ્લામાં રખાયેલા અનાજને નુકસાન ન થાય તે માટે સલામત સ્થળે ખસેડી લેવા અપીલ કરવામાં આવી છે.

ગુજરાત સહિત બનાસકાંઠા જિલ્લામાં ફરીએકવાર માવઠાની આગાહી કરવામાં આવી છે. એક અને બે માર્ચ દરમિયાન બનાસકાંઠા જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી આપતા ખેડૂતોના જીવ તાળવે ચોંટ્યા છે. અમદાવાદ હવામાન વિભાગના જણાવ્યા અનુસાર1 માર્ચ થી 2 માર્ચ દરમિયાન કમોસમી વરસાદની આગાહી હોવાના કારણે ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિઓ ખુલ્લામાં રાખવામાં આવેલ અનાજ તેમજ બોરીઓ પલળી ન જાય અને અનાજ બગડે નહીં તેની સાવચેતી રાખવા તમામ ઉત્પન્ન બજાર સમિતિઓમાં તેમજ સબ સેન્ટરો ને જિલ્લા ડિજિટલ વિભાગ દ્વારા સૂચનાઓ આપવામાં આવી છે ઉલ્લેખનીય છે કે અત્યારે બટાકા રાયડો ઘઉં જીરુ સહિતના પાકો લેવાના આરે છે જો ગુજરાત રાજ્ય સહિત જિલ્લામાં પણ વરસાદના ઝાપટા પડે તો ખેડૂતોનું મોટા પાયે નુકસાન પહોંચે તેવી પરિસ્થિતિ સર્જાય તેમ છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.