ડીસાના વાડી રોડ પર જાહેરમાં ખૂલ્લી તલવારોથી કેક કાપી આતંક મચાવ્યો

બનાસકાંઠા
બનાસકાંઠા

ડીસામાં રાત્રે 10થી વધુ લોકોના ટોળાએ જાહેર માર્ગ પર ખુલ્લી તલવારો વડે કેક કાપી બર્થ ડે મનાવી આતંક મચાવ્યો હોવાની ઘટના સામે આવી છે. આ સમગ્ર ઘટનાનો સીસીટીવી વીડિયો વાઈરલ થતા જાહેર માર્ગને બાનમાં લેતા તત્વો સામે કાર્યવાહી કરવા લોકોની માગ છે.ડીસા શહેરમાં છેલ્લા ઘણા સમયથી અસામાજિક તત્વોનો આતંક વધી ગયો છે. તેવામાં ગઈકાલે રાત્રે વાડી રોડ પર દસ જેટલા યુવકોના ટોળાએ ખુલ્લી તલવારો સાથે આતંક મચાવ્યો હતો. જેમાં 10થી વધુ યુવકોના ટોળાએ રોડ વચ્ચે જ બાઈક પાર્ક દીધું હતું અને ખુલ્લી તલવારો સાથે કેક કાપી બર્થ ડે મનાવ્યો હતો.


10થી વધુ યુવકોનું ટોળુ રોડ પર ખુલ્લી તલવારો સાથે ઊભા રહેતા ત્યાંથી પસાર થતા લોકોમાં ભયનો માહોલ ફેલાયો હતો. ત્યાંથી નીકળતા લોકો પણ ડરી ડરીને પસાર થઈ રહ્યા હતા. ઘટનાને પગલે આજુબાજુના સ્થાનિક લોકોએ ઘટના અંગે પોલીસને જાણ કરી હતી. જોકે મોડી સુધી પોલીસ ન આવતા આ લોકો બર્થ ડે મનાવી ચાલ્યા ગયા હતા. ત્યાર બાદ ડીસા શહેર ઉત્તર પોલીસે આ મામલે તપાસ હાથ ધરી છે. ત્યારે જાહેર માર્ગને ખુલ્લી તલવારો સાથે બાનમાં લેનાર તત્વો સામે કડક કાર્યવાહી કરવામાં આવી તેવી સ્થાનિક લોકોની માગ છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.