માતા પિતાના માર્ગે પુત્રએ પણ ૧૬ મેરેથોન દોડ પૂરી કરી ડીસામાં પતી પત્નીની જોડીએ ૩૦ હાફ મેરેથોન દોડ પૂરી કરી

બનાસકાંઠા
બનાસકાંઠા

ડીસા શહેરમાં રહેતા એક દંપતીએ પોતાને ફિટ રાખવા માટે છેલ્લા ઘણા વર્ષોથી સાયકલિંગ કરવાની સાથે રનિંગ પણ કરે છે અને અત્યાર સુધી આ તબીબ દંપતિએ અનેક મેરેથોન દોડ સ્પર્ધાઓમાં ભાગ લઈ અનેક મેડલ પ્રાપ્ત કર્યા છે. આ તબિબ દંપતિએ અત્યાર સુધીમાં ૩૦ જેટલી હાફ મેરેથોન દોડ પૂરી કરી છે. આ ઉપરાંત અલ્ટ્રા મેરોથોન ફૂલ મેરેથોન જેવી અનેક સ્પર્ધાઓમાં ભાગ લીધો છે અને આ તબીબ દંપતિનો પુત્ર પણ માતા-પિતાના માર્ગે ચાલી રહ્યો છે. તેને ૨૧ વર્ષની ઉંમરમાં ૧૬ મેરેથોન દોડ પૂરી કરી છે. ડીસા શહેરના હાઇવે ઉપર આશીર્વાદ ઓર્થોપેડિક હોસ્પિટલ ધરાવતા તબીબ મેહુલભાઈ મોઢ અને તેમના પત્ની ડો. સ્મિતાબેન મોઢ દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી પોતાને ફિટ રાખવાની સાથે લોકોને પણ ફીટ રહેવા માટે માર્ગદર્શન આપે છે. આ તબિબ દંપત્તિ નિયમિત સાયકલિંગ કરવાની સાથે અનેક સાઇકલિંગ સ્પર્ધાઓમાં ભાગ પણ લીધો છે. આ ઉપરાંત આ તબિબ દંપતિએ રનીંગમાં પણ રેકોર્ડ સજ્ર્યો છે. ગુજરાત તેમજ અન્ય રાજ્યોમાં યોજાતી મેરેથોન દોડમાં પણ ભાગ લઈને અનેક મેડલો પ્રાપ્ત કર્યા છે. જેમાં ડો.મેહુલભાઈ મોઢ ની ઉંમર ૪૮ વર્ષની છે અને ડો સ્મિતાબેન મોઢની ઉંમર ૪૬ વર્ષ છે અને અત્યાર સુધીમાં આ તબીબ પતિ પત્નીએ ૨૧.૧ ાદ્બ ની ૩૦ હાફ મેરેથોન  દોડ પૂરી કરી છે તેમજ ૬૦ કિલોમીટરની એક અદાણી અલ્ટ્રામ મેરેથોન પણ પૂરી કરી છે. આ તબિબ દંપતિનો પુત્ર પણ માતા-પિતાના રાહે ચાલી રહ્યો છે. સમર્થ મોઢ જેની ઉંમર હાલમાં ૨૧ વર્ષની છે. તેને પણ અત્યાર સુધીમાં ૧૬ જેટલી મેરેથોન દોડમાં ભાગ લઈ તેને પૂરી કરી છે અને તેને પણ અત્યાર સુધીમાં અનેક મેડલો પ્રાપ્ત કર્યા છે.

૩૦ ડિગ્રી માઇનસમાં પણ ટ્રેકિંગ કરવાનો રેકોર્ડ કર્યો: ડીસાના તબિબ મેહુલભાઈ મોઢે જણાવ્યું હતું કે, અત્યાર સુધીમાં મે અને મારી પત્નીએ અનેક મેરેથોન દોડમાં ભાગ લઈ તેને પૂરી કરી છે. આ ઉપરાંત ૫૦ કિ.મી, ૧૦૦ કી.મી અને ૨૦૦ કિ.મી સાયકલો થોનમાં પણ ભાગ લીધો છે તેમજ એવરેસ્ટ બેજ કેમ્પમાં અને ચદ્દાર ટ્રેક ઝસકાર નદી ઉપર ૩૦ ડિગ્રી માઇનસમાં પણ ટ્રેકિંગ કર્યું છે અને લોકોને પણ પોતાને ફીટ રાખવા માટે રનીંગ સાયકલિંગ કરવું જોઈએ.

૧૬ મેરેથોન દોડ પૂરી કરી છે: આ અંગે સમર્થ મોઢે જણાવ્યું હતું કે, મારા માતા પિતાની રાહ ઉપર હું પણ ચાલી રહ્યો છું. મારી ઉંમર હાલ ૨૧ વર્ષની છે અને અત્યાર સુધીમાં મેં ૧૬ મેરેથોન દોડમાં ભાગ લઈ તેને પૂરી કરી છે. સાથે હું નિયમિત સાઇકલિંગ પણ કરું છું. મારા જેવા યુવાનોએ પણ પોતાને ફિટ રાખવા માટે રનીંગ સાયકલિંગ કરવું જોઈએ અને મેરેથોન દોડમાં પણ ભાગ લઈ પોતાને ફીટ રાખવી જોઈએ.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.